અજાણ્યા વાહનચાલક અકસ્માત સર્જી ફરાર
જામલા ગામના નયનેશભાઈ રાઠવાની ઓળખ થઈ
બોડેલી |
બોડેલી–ડભોઇ રોડ પર નવાપુરા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહને બાઈકને જોરદાર ટક્કર મારતા અકસ્માત એટલો ભયાનક બન્યો કે ટક્કર બાદ બાઈકમાં આગ લાગી હતી અને બાઈક સંપૂર્ણ સળગી ગઈ હતી. ઘટનામાં બાઈક ચાલકનું સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ બોડેલી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. તપાસ દરમિયાન મૃતકની ઓળખ જામલા ગામના રહેવાસી નયનેશભાઈ કન્દુભાઈ રાઠવા તરીકે થઈ હતી.
અકસાનને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે મૃતદેહ કબજે લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે.
રિપોર્ટર: ઝહીર સૈયદ