કોઈ મંદિર કે ખંડેર ઈમારતમાં જઈને મોટા અવાજે બોલો તો સામેથી જે અવાજ સંભળાય તેને પ્રતિનાદ (પડધો) કહેવામાં આવે છે. તેવીજ રીતે જિંદગીમાં માનવ જાતે એવા સારા કર્મો કરવા જોઈએ જેથી તે યાદગાર-ચિરંજીવી બની જાય અને વ્યક્તિ હયાત ન હોય તો પણ તેના નામની ગુંજ સંભળાતી રહે.સુરતના ગઝલકાર ગની-દહીંવાલાએ સાચે જ લખ્યું છે. “ જિંદગીનો એ જ સાચો પડધો છે. “ગની” હોય નહી વ્યક્તિને નામ બોલાયા કરે.” હવે ગની ચાચા હયાત નથી. પરંતુ તેમની ઉત્કૃષ્ટ ગઝલો કવિ સંમેલન-મુશાયરામાં પ્રસ્તુત થાય છે.તેવી જ રીતે પ.પૂ.રંગ અવધૂતજીના ધામ નારેશ્વર જાવ તો માર્ગમાં “નારેશ્વરના નાદ” ગુંજતો રહે છે.આ એક ભક્તિ અને શ્રદ્ધાનો પુરાવો છે. આમ કામ એવા કરી જાવ કે નામ બની જાય. સ્વ.પ્રવિણકાંત રેશમવાળા એ જે “ગુજરાત મિત્ર” નામનું બીજ રોપ્યું હતું તે આજે વટવૃક્ષ બની ગયું છે. ૧૬૩ વર્ષ પછી પણ અડીખમ છે. ભલે શ્રી પ્રવિણકાંત રેશમવાળા તથા શ્રીમતી અવંતિકા બહેન બંને હયાત નથી. પરંતુ તેમનો વારસો શ્રીભરતભાઈ રેશમવાળા શ્રીમતી કેતકીબેન તથા તેમના સુપુત્રો મિલિન્દભાઈ, રુચીરભાઈ નિભાવી રહ્યા છે.આ પણ ભૂતકાળના નાદ નો પ્રતિનાદ જોવા મળે છે. ગુજરાત મિત્રએ સિદ્ધાંતો બાબતે કદી બાંધ છોડ નથી કરી એટલે જ વિશ્વસનિયતા અંકબંધ રહી છે..
તરસાડા – પ્રવીણસિંહ મહીડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
વિશ્વ પુસ્તક દિન
મારા અભિપ્રાય પ્રમાણે પુસ્તક એટલે 24×7 નો આપણો વિશ્વાસુ મિત્ર. – પુસ્તક વાંચન તે નવલિકા/કાવ્યરચના/ગઝલ/વાર્તાસંગ્રહ હોય મનને માજીને જીવન જીવવાની શૈલીને પ્રોત્સાહક બનાવે છે. માનસિક Stress ઘટાડે છે. – પુસ્તક/મેગેઝિન નિત્ય વાંચવાથી સમયનો સદઉપયોગ થાય છે. તે ઉપરાંત આપણી ભારતીય સંસ્કૃતિને ઉજાગર રાખે છે. આપણા પવિત્ર ધર્મગ્રંથોનું વાંચન, મનને શાંતવન બક્ષે છે અને પારિવારિક એકતા અકબંધ રાખવાનું કહે છે. એક સંકલ્પ જરૂર કરીએ કે શુભ પ્રસંગોની ભેટમાં એક પુસ્તક જરૂર ભેટ આપજો અને આમ પુસ્તક વાંચનના પ્રવાહને વહેતો રાખશો.સુરત – દિપક બી.
દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે