Vadodara

પોસ્ટમાં રિકરિંગ ખાતુ ખોલવાના બહાને માંજલપુરના યુવક સાથે માતા-પુત્ર દ્વારા રૂ.3 લાખની ઠગાઇ

મુદત થઇ ગઇ હોય વારંવાર રૂપિયાની માગણી કરવા છતા આપતા નહી આપતા ફરિયાદ

યુવકે આરટીઆઇ દ્વારા તપાસ કરતા ડાકોર પોસ્ટમાં કોઇ ખાતું ખોલ્યુ ન હોવાની જાણવા મળ્યું

શહેરના માંજલપુર હલવાનાકા વિસ્તારમાં રહેતા વૃદ્ધ પાસેથી મિત્ર તથા તેની માતાએ પોસ્ટમાં રિકરિંગ ખાતું ખોલાવવાના બહાને રૂ.3 લાખ પડાવી લીધી હતા. પાકતી મુદ્દતે તેમની પાસે રૂપિયાની વારંવાર માગણી કરવા છતાં કોઇને કોઇ બહાના બતાવી રૂપિયા આપતા ન હતા.. જેથી યુવકે આરટીઆઇ દ્વારા ડાકોર પોસ્ટમાંથી માહિતી માગી ત્યારે આ નામનું કોઇ રિકરિંગ ખાતુ ખોલ્યુ જ ન હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી આખરે યુવકે માતા અને પુત્ર વિરુદ્ધ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 

માંજલપુર વિસ્તારમાં અલવાનાકા વિસ્તારમાં મહાદેવનગરમાં રહેતા લક્ષ્મણભાઇ સહદેવભાઈ પડવળ ફ્રીલાન્સર તરીકે નોકરી કરે છે. વર્ષ 2016માં યુવકના કોલેજના મિત્ર નિનાદ ભરતકુમાર પાઠક (રહે.ગોપાલપુરા, તા.ડાકોર જી. ખેડા) અને તેના મમ્મી સરયુબેન પોસ્ટમાં એજન્ટ તરીકે કામ કરે છે. માતાના તમામ કામનું  હેન્ડલિંગ નિનાદ પાઠક કરતો હતો. તેણે પોસ્ટ ખાતાની રીકરીંગ યોજનામાં ખાતુ ખોલાવવા કહ્યું હતું. જેથી યુવક તેના મમ્મી સરયુબેન પાઠક સાથે જઇને રૂ. 5 હજાર રોકડા ભરી ખાતુ ખોલાવ્યું હતું. ત્યારબાદ એક મહીના પછી મિત્ર તેમના ઘરે આવી એજન્ટ કાર્ડ આપી તમારી પાસબુક અમારી પાસે રહેશે તેમ જણાવ્યું હતું. તેમનો મિત્ર દર મહીને યુવક પાસેથી રૂપિયા 5 હજાર લઇ જતો હતો અને તેની કાર્ડમાં એન્ટ્રી પણ કરી આપતો હતો. વર્ષ 2016થી 2021 સુધીમાં 3 લાખ ભર્યા હતા. રીકરીંગ એકાઉન્ટની મુદત પાકતા યુવકે મિત્ર નિનાદને રૂપિયા આપવા જણાવ્યું હતું. વારંવાર રૂપિયાની માગણી કરવા છતાં બંને બહાના બતાવતા હતાં. જેથી યુવકે 2021માં અમારો સામાન ફેરવતા તમારા એકાઉન્ટની પાસબુક કયાંક મુકાઇ ગઈ છે. જેથી તમારા જમા થયેલા નાણા ચુકવી શક્યા નથી. પાસબુક મળી જશે ત્યારે પોસ્ટ રિકરીંગમાં જમા થયેલ નાણા તથા વ્યાજ સહિતની રકમ ચુકવી દઇશુ તેનો નોટરાઇઝ બાહેધરી લેખ સ્ટેમ્પ ઉપર લખી આપ્યો હતો. જેથી આર.ટી.આઈથી ડાકોરમાં પોસ્ટમાં તેમનો ખાતા નંબર આપી રિકરિંગ ખાતાની માહીતી માગતા અહિંયા આવુ કોઈ ખાતુ નહી હોવાનુ જણાવવામાં આવ્યું હતું. જેથી મિત્ર તથા તેની માતા દ્વારા છેતરપીંડી કરાઇ હોવાની યુવકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસ તેમને ઝડપી પાડવાન ચક્રો ગતિમાન કર્યા છે. 

Most Popular

To Top