Vadodara

ન્યુ સમા રોડ ઉપર પાણીની લાઈનમાં ભંગાણ થતા ગટરનું પાણી ભળી ગયું

  • છેલ્લા એક મહિનાથી સ્થાનિક રહીશો ત્રસ્ત થઈ ઉઠ્યા
  • અનેક રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા સમસ્યાનો ઉકેલ નથી આવ્યો

વડોદરા શહેરના ન્યુ સમા રોડ ઉપર પાણીની અને ગટરની લાઈન એક બીજા સાથે ભળી જતા સ્થાનિક રહીશો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીમાં ગટરનું પાણી ભળતું હોવાનું આક્ષેપ સ્થાનિક રહેશો દ્વારા કરવામાં આવ્યું છે.શહેરના ન્યુ સમા રોડ પર આવેલી રાંદલ ધામ સોસાયટી તથા પ્રાજ્ય નગર સોસાયટી વચ્ચે પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું છે. પાલિકા દ્વારા ત્યાં ખાડો પણ કરવામાં આવ્યું છે તેમાં પાણીની લાઈનમાં ગટરનું પાણી ભળતું હોવાનું જણાઈ રહ્યું છે. સ્થાનિકો દ્વારા અવારનવાર મહાનગરપાલિકામાં જાણ કરવામાં આવી છે. ત્યારે અધિકારીઓ આવે છે માત્ર ખાડો કરી ત્યાં ચકાસણી કરીને જતા રહેતા હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. છેલ્લા એક મહિનાથી આ સમસ્યા જોવા મળી રહી છે પરંતુ તેનો હલ હજુ સુધી આવ્યો નથી ત્યારે સ્થાનિક રહીશો દ્વારા મહાનગરપાલિકા સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશોએ પોતાની આ સમસ્યાનો ઉકેલ ત્વરિત આવે તેવી માગ કરી છે.

Most Popular

To Top