Vadodara

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારની અડફેટે દીપડાનું મોત

પાદરા તાલુકાના સાદડ ગામ પાસે સુરત તરફથી આવતી એક પૂરઝડપે જતી કારે દીપડાને અડફેટે લીધો

( પ્રતિનિધિ )વડોદરા,તા.15
વીજ કરંટ લાગવાથી દીપડીના મોત બાદ રવિવારે વધુ એક દીપડાનું મોત થયું હતું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ દોડી રહેલી એક કારની અડફેટે દીપડાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક દીપડાનું મોત નીપજ્યું હતું. પાદરા તાલુકાના સાદડ ગામ પાસે સુરત તરફથી આવતી એક પૂરઝડપે જતી કારે દીપડાને અડફેટે લીધો હતો. અકસ્માતમાં દીપડાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ પાદરા વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વન વિભાગે દીપડાના મૃતદેહને પોતાના કબજામાં લીધો છે.

વન વિભાગ દ્વારા દીપડાનું પોસ્ટમોર્ટમ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને અકસ્માત અંગેની વધુ કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે. હાઈવે પર વન્યજીવોના રક્ષણ અને સુરક્ષા અંગે ફરી એકવાર પ્રશ્નાર્થ ચિન્હ ઉભું થયું છે. નિયમ અનુસાર જરૂરી કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Most Popular

To Top