Madhya Gujarat

જાંબુઘોડાના આધેડનું અપહરણ કરી ઢોર માર મારનાર વડોદરાના ચાર યુવાનો ઝડપાયા



જાંબુઘોડા તાલુકાના ભાણપુરી ગામની એક 45 વર્ષીય વ્યક્તિનું 3 ફેબ્રુઆરીના રોજ અપહરણ કરી માર મારી અવાવરૂ જગ્યા એ નાખીને નાસી ગયેલા વડોદરાના ચાર યુવાનોને 14 દિવસ બાદ જાંબુઘોડા પોલીસે ઝડપી પાડ્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ 3 ફેબ્રુઆરીના રોજ જાંબુઘોડા તાલુકાના ભાણપુરી ગામનાં અશ્વિન બારીયા પોતાના અન્ય મિત્રો સાથે બાઈક ઉપર ઝંડ હનુમાન તરફ જઈ રહ્યા હતા તે સમયે અજાણ્યા વાહન ચાલકોએ અશ્વિનભાઈ ને સરનામું પૂછવાના બહાને બાઇક રોકાવી કારમાં નાખીને જંગલ વિસ્તારમાં લઈ ગયા હતા. અશ્વિનભાઈને ઢોરમાર મારી લોહી લુહાણ કરી નાખી છોટાઉદેપુર જિલ્લાના સુસ્કાલ ગામ પાસે અવાવરું જગ્યા એ નાખીને અજાણ્યા ઇસમો નાસી છૂટ્યા હતા. અશ્વિનભાઈ ને ભાન આવતા ઝાડી જાખર માંથી બહાર રોડ ઉપર આવી જતા રસ્તેથી પસાર થતાં રાહદારી દ્વારા 108 ને ફોન કરતા તાત્કાલિક અશ્વિનભાઈ ને બોડેલી ની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર બનાવવાની જાણ જાંબુઘોડા પોલીસને થતા પોલીસે અજાણ્યા ઇસમો ને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા હતા
અપહરણકારોને ઝડપી પાડવા માટે જાંબુઘોડા પોલીસે એટી ચોટીનું જોર લગાવી ચાર જિલ્લાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જાંબુઘોડા તથા બોડેલી વિસ્તારના સી.સી.ટી.વી. ફૂટેજો મેળવી તપાસ કરતા પોલીસને સફેદ કલરની કાળા કાચવાળી હ્યુન્ડાઈ કંપનીની વર્ના કાર શંકાસ્પદ જણાઈ હતી. શંકાસ્પદ વર્ના કાર સુધી પહોંચવા માટે પોલીસે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી, નસવાડી, અને નર્મદા જિલ્લો,પંચમહાલ જિલ્લોઅને વડોદરા જિલ્લાના વિવિધ સ્થળો ના સી.સી.ટી.વી ફૂટેજો મેળવી ઝીણવટ ભરી તપાસ કરી હતી. અંતે 14 દિવસ જેટલા સમયમાં કાળાકાંચ વાળી GJ.06.HL.0996 નંબરની કારનો ઉપયોગ થયેલો હોવાનું જણાઈ આવતા આરોપીઓના સરનામા મેળવી ટેકનિકલ તથા હ્યુમન સોર્સનો ઉપયોગ કરી આરોપીઓને ઝડપી પાડવામાં જાંબુઘોડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ પી.આર. ચુડાસમા અને તેમની ટીમને સફળતા મળી હતી .ચારેય આરોપીઓને ઝડપી પાડી જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે લાવી જેલ હવાલે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે

*પકડાયેલા આરોપીઓ*

1, પાર્થ ભદ્રેશભાઈ ભટ્ટ ઉંમર વર્ષ 30 રહે ગુલમોહર ગ્રીન શિવાજલી સોસાયટી ન્યુ અલકાપુરી ગોત્રી વડોદરા શહેર

2, નિખિલ સંતોષ ઘાડગે ઉંમર વર્ષ 31 રહે ઇસ્કોન હાર્મોની કબીર ફાર્મ ની બાજુમાં સેવાસી વડોદરા શહેર

3, સંતોષ ગીરી નબીરચરણ ગીરી ઉંમર વર્ષ 21 રહે માધવ પાર્ક સોસાયટી સિં.કે. પ્રજાપતિ સ્કૂલ નજીક લક્ષ્મીપુરા રોડ ગોરવા વડોદરા શહેર

4, ચિરાગ ઉર્ફે જેડી ચિનુભાઈ જાદવ ઉંમર વર્ષ 23 રહે મારુતિ હાઇટ્સ છાણી તળાવ પાસે છાણી વડોદરા શહેર

Most Popular

To Top