કવાંટમાં વેપારી મહાજન મંડળ અને ગ્રામ પંચાયત તરફથી શુભેચ્છા કાર્યક્રમ
કવાંટ:;
ગુજરાત ભાજપ સંગઠનમાં છોટાઉદેપુરના માજી સાંસદ ગીતાબેન રાઠવાની ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવતા છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ સ્તરે પ્રતિસાદ જોવા મળ્યો છે. આ નિમણૂકના અનુસંધાને કવાંટ ખાતે વેપારી મહાજન મંડળ તથા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ દ્વારા શુભેચ્છા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કવાંટ ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ, ઉપસરપંચ સંદીપભાઈ પંચાલ તેમજ વેપારી મહાજન મંડળના પ્રમુખ રૂપેશભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાવેશ પંચાલ, મંત્રી વીરેન્દ્ર પંચોલી, ખજાનચી બીરેનભાઈ પરીખ અને કારોબારી જીતેશ દરજી સહિતના પ્રતિનિધિઓએ ગીતાબેન રાઠવાને ફૂલહાર અને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતોએ જણાવ્યું હતું કે ગીતાબેન રાઠવા છેલ્લા ત્રણ દાયકાથી ભાજપ સંગઠનમાં સક્રિય રીતે કાર્યરત છે અને વિવિધ જવાબદારીઓ સંભાળતી આવી છે. ગુજરાત ભાજપ સંગઠનમાં તેમને સોંપવામાં આવેલી નવી જવાબદારી બદલ તેમણે સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો.
નિમણૂક બાદ જિલ્લામાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સદભાવપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થયો હતો.
રિપોર્ટર : પંચાલ ભાવેશ, કવાંટ