Entertainment

ચહલપહલ

કેટરીના કૈફ અને વિજય સેતુપથી કહેશે ‘મેરી ક્રિસમસ’
કેટરીના કૈફ ફરી ખૂબ કામમાં વ્યસ્ત થઇ ગઇ છે. ‘ટાઇગર-3’ શૂટિંગને પુરું કર્યા પછી શ્રીરામ રાઘવનની આવી રહેલી થ્રીલર ‘મેરી ક્રિસમસ’નું બીજું શેડયુલ તેણે પુરું કર્યું છે. વિજય સેથુપની સાથેની આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણપણે મુંબઇમાં જ થઇ રહ્યું છે. કેટરીના આ વખતે સાઉથના હીરો સાથે પહેલીવાર દેખાવાની છે. નિર્માતા રમેશ તોરાનીની આ ફિલ્મનું શૂટિંગ મે-જૂન સુધીમાં કમ્પલીટ થઇ જશે.

અજય દેવગણ ‘દૃશ્યમ-2’માં ફરી તબુ, શ્રિયા શરણ સાથે આવશે
અજય દેવગણ અત્યારે ‘દૃશ્યમ-2’ નું શુટિંગ શરૂ કરવાની તૈયારીમાં. ૨૦૧૫ માં ‘દૃશ્યમ’ આવી હતી જેનું દિગ્દર્શન અભિષેક પાઠકે કર્યું હતું. અજય સાથે તેની સિકવલમાં પણ તબુ, શ્રિયા શરણ, ઇશિતા દત્તા વગેરે છે. ફિલ્મનું શૂટિંગ મુંબઇ અને ગોવામાં થશે. અજય કહે છે કે આ ફિલ્મના વિજયનું પાત્ર બહુ પરિમાણી છે અને અભિષેક પાઠક જ તેનું દિગ્દર્શન કરવાનો છે. મૂળ મલયાલમમાં જીતુ જોસેફે ‘દૃશ્યમ-2’ બનાવેલી જેમાં મોહનલાલ હતા અને તે તેલુગુ, કન્નડમાં પણ રજૂ થઇ ચુકી છે પણ હિન્દીમાં નવી રીતે પટકથા લખાયેલી છે એટલે અજય દેવગણ ઉત્સાહી છે.

ફરી પ્રિયદર્શન-અક્ષયની જોડી કોમેડી ફિલ્મ માટે તૈયાર
અક્ષયકુમાર અને પ્રિયદર્શને મળી ‘હેરાફેરી’, ‘ગરમ મસાલા’, ‘ભૂલ ભૂલૈયા’ જેવી ફિલ્મો આપી છે હવે તેઓ ફરી એવી ફિલ્મ માટે તૈયાર છે. આ ફિલ્મ આવતા વર્ષે રજૂ થશે. પ્રિયદર્શને આ વર્ષે જ ફિલ્મ શરૂ કરવી હતી પણ કોવિદ-૧૯ ને કારણે યોજના લંબાવવી પડી છે. આ ફિલ્મમાં પરેશ રાવલ છે કે નહીં તે પ્રિયદર્શને હજુ ફોડ નથી પાડયો પણ પરેશ રાવલ વિના તેમને ફિલ્મ બનાવવી ગમશે નહીં. પ્રિયદર્શન અત્યારે ‘હંગામા-2’ ને રજૂ કરવાની તૈયારીમાં છે જે ડિઝની+ હોટસ્ટાર પર ૨૩મી જુલાઇએ જોવા મળશે.

Most Popular

To Top