Madhya Gujarat

કાલોલની તાલુકા પંચાયત કચેરી ચાલુ દિવસમાં ખાલીખમ, સ્ટાફ ‘ઘેરહાજર’

કાલોલ, તા.૧૫
મહાત્મા ગાંધી રાષ્‍ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના ની તાલુકા કક્ષાની કચેરી કાલોલ તાલુકા પંચાયત ના મેડા ઉપર પ્રથમ માળે આવેલ છે જે ગ્રામીણ કુટુંબના પુખ્ત સભ્યો જેમને રોજગારની જરૂર હોય અને જેઓ બિનકુશળ શ્રમ કરવા માગતા હોય તેમને નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની રોજગારી પુરી પાડવાની કાયદેસર બાંહેધરી આપે છે. મનરેગાએ રજી ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજથી અમલમાં આવ્યો છે. આ અધિનિયમ સમગ્ર દેશમાં અમલમાં છે.રોજગારી મેળવવા માંગતા શ્રમિકે ગ્રામ પંચાયતને કે તાલુકા વિકાસ અધિકારી (કાર્યક્ષમ અધિકારી) તાલુકા પંચાયત કચેરીએ મૌખિક કે લેખિત અરજી આપવી જોઇએ અને તેની પહોંચ માંગવી જોઇએ. તે માન્ય અરજી સ્વીકારવા અને તેની પહોંચ આપવા બંધાયેલા છે. ઓછામાં ઓછા સતત ૧૪ દિવસના કામ માટે માગણી કરવાની હોય છે. નોંધણી માટેનું એકમ કુટુંબ છે, દર પાંચ વર્ષે ફક્ત એકવાર કુટુંબની નોંધણી કરવામાં આવે છે. નોંધણી ફક્ત એકવાર કરવામાં આવે. જ્યારે કામ માટેની અરજીઓ કામ માગો તે દરેક વખતે કરવાની હોય છે. નિર્દિષ્ટ કામો લઇ, ગ્રામ કક્ષાએ ગ્રામ પંચાયત પ્રોજેક્ટ તૈયાર કરશે અને ગ્રામ સભાની ભલામણ સાથે પ્રોગ્રામ ઓફિસરને મોકલાશે. બાદ પ્રોગ્રામ ઓફિસર તાલુકા અને જીલ્લા પંચાયતની મંજુરી મેળવશે. મંજુરી મળતા તે સેલ્ફ ઓફ પ્રોજેક્ટમાંથી ગામની જરૂરિયાત પ્રમાણે કામો શરૂ કરી શકશે.સરકાર દ્વારા દર સોમવાર અને ગુરુવાર જાહેર જનતા માટે તેઓના પ્રશ્નો ના નિકાલ માટે અધિકારીએ હેડ ક્વાર્ટર પર હાજર રહેવા ના નિયમો બનાવેલ છે ત્યારે કાલોલ ની મનરેગા યોજના અંતર્ગત ની કચેરી ગુરુવારે બપોરે મિડીયાએ મનરેગા યોજના અંતર્ગત માહીતી મેળવવા કચેરીમાં પ્રવેશ કરતા જ સમગ્ર કચેરી કર્મચારી વિહીન ખાલી ખમ જોવા મળેલ. કચેરીનું રેકર્ડ કચેરી સહિત નધણીયાત હાલતમા જોવા મળેલ તમામ ટ્યુબ લાઈટ ચાલુ જોવા મળી એક પંખો કર્મચારીઓ ની ગેરહાજરીમાં પુરપાટ ગતીથી ફરતો જોવા મળેલ નજીકમા તપાસ કરતા કોઈ કર્મચારી જોવા મળેલ નહી ત્યારે આ પરિસ્થિતિ મા કોઈ જરૂરિયાતમંદ નાગરિક કે લાભાર્થી આ કચેરીમા આવે તો શુ થાય?

Most Popular

To Top