Charchapatra

આર્ટ ઓન તટ (વારાણસી)

ચિત્રકલા પ્રદર્શન તાજેતરમાં સુરત શહે૨ના ૧૧ યુવકોના એક સંઘે વારાણસી ખાતે ચિત્રોના એક કેમ્પનું આયોજન કર્યું. આ કેમ્પમાં કુલ ૧૧૦ કલાકારો હતા જેમાં ૧૧ ચિત્રકારો આપણા સુરત નગરના હતા. નદીના કિનારા ૫૨ દોરેલાં ચિત્રોની રંગપૂરણી ડાર્ક હોવાને કા૨ણે આ જોઈને નદી પર તરતી જયોત અને ફૂલથી શણગારેલી હોડી સાથે હસી રહ્યા હતા. ગંગા મૈયાની સવારની સુંદરતા અતિશય સૌંદર્યયુક્ત અને સૂર્યનાં કિરણોથી જોના૨ને પ્રફુલ્લિત ક૨તી હોય છે. એથી ગંગા નદીનું ચિત્ર બહુ જ મનમોહક હતું. આ ઉપરાંત પણ કાશી, ગંગા કિનારે જીવંત ચાલતી, કાશી અને ઘાટ કિનારા ૫૨નાં ચિત્રો અતિ સુંદર. આ દરેક ચિત્રમાં રંગોની રંગપુરણી એક જુદી જ ભાત પાડતી હતી. કાશીની એક ગલીમાં બે મોટાં મકાનોને ચિત્રકારે એટલાં નયનરમ્ય બતાવ્યાં હતાં કે બંને મકાનો જાણે એકબીજાને મળવા માંગતાં હોય. આખું ચિત્ર પ્રદર્શન જ ખૂબ ગમે એવું હતું. પ્રદર્શન જોનારાનો ત્યાં મેળો જામ્યો હતો. જયારે ભીંત પર ટીંગાવેલાં ચિત્રોનો ચિત્રમેળો હતો. ચિત્રકલામાં રસ ધરાવનાર ઘણાં મુલાકાતીઓએ ચિત્રો ખરીદેલાં હતાં. પ્રદર્શનની એક બાજુ સંતુ૨વાદન પણ થતું હતું તે આયોજકની સંઘની સંગીત રુચિ દર્શાવતું હતું.
          – રેખા ન. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

જો આપણે વિશ્વગુરુ બનવું હોય તો
આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ વિશ્વગુરુ બનવાનો નારો છેલ્લા 5 વર્ષથી દેશમાં ગૂંજી રહ્યો છે. જો આપણે વિશ્વગુરુ બનીએ તો દેશવાસીઓ રાજીપો અનુભવશે. પરંતુ તે માટે કેટલીક જમીની વાસ્તવિકતાઓ ધ્યાનમાં લેવી જોઈએ. એટલે કે જો આપણે વિશ્વગુરુ બનવું હોય તો, 1. ટી.બી. અને મેલેરિયા જેવા રોગોને દેશવટો આપવો જોઈએ. 2. દલિતો, સ્ત્રીઓ અને બાળકો પરના અત્યાચારો બંધ થવા જોઈએ. 3 ભ્રષ્ટાચાર અને મોંઘવારી શૂન્ય સ્તરે પહોંચવાં જોઈએ. 4. સત્તાપક્ષે પક્ષ હિતના બદલે રાષ્ટ્રહિતને અગ્રતા આપી બંધારણ ધ્યાનમાં રાખી શાસન ચલાવવું જોઈએ.
સુરત- અશ્વિનકુમાર ન.કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top