Business

અહો આશ્ચર્યમ ! 60 વર્ષીય વૃદ્ધ ઉલિયું ગળી ગયા, વડોદરામાં સારવાર દરમિયાન મોત

વડોદરા, તા. ૨૭

જંબુસર ખાતે આશ્ચર્ય પમાડે તેવી ઘટના સામે આવી હતી. જ્યાં ૬૦ વર્ષીય વૃદ્ધને પેટમાં દુખાવો ઉપડતા તેમને સારવાર અર્થે એક ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં પેટમાં દુખાવાનું ચોક્કસ કારણ જાણવા માટે તબીબે એક્સરે કઢાવ્યો હતો. જેમાં ઉલિયા જેવું દેખાતા વધુ સારવાર માટે તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

જંબુસરના કલક ગામમાં રહેતા મહેન્દ્ર ભાઈ પટેલ (ઉ.વ. ૬૦)તેમના ઘરે એકલા રહેતા હતા. ગત.તા. ૨૨ નારોજ સવારે બ્રશ કરતા હતા તે સમયે તેઓ ભૂલથી ઉલીયું ગયા હતા. બાદમાં તેઓને પેટમાં અસહ્ય દુખાવો ઉપડતા પડોશીઓ દ્વારા એક ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટર દ્વારા એક્સરે કરાવતા તેમના પેટમાં ઉલિયુ દેખાયું હતું. જેથી વધુ સારવાર માટે તેમને વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા .જ્યાં તેઓનું ગત તા. ૨૫ના રોજ મોત નીપજ્યું હતું.

Most Popular

To Top