અડધો કલાકમાં જ 40 જેટલા પૂર્વ સૈનિકો અને અન્ય તાલીમ પામેલા લોકોએ ભરતી પ્રક્રિયા અંતર્ગત ફોર્મ ભર્યા
વડોદરા: જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસ્વાટ કચેરી અને સૈનિક કુમાર છાત્રાલય, વડોદરા ખાતે એક્સ સર્વિસમેન માટેની ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ ની સ્થિતિ સર્જાઇ છે અને જે રીતે બંને દેશો વચ્ચે ડ્રોન મિસાઇલ,હવાઇ અને દરિયાઇ માર્ગે હૂમલાઓ શરૂ થઇ ગયા છે અને યુધ્ધની સ્થિતિ વણસી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે જેના કારણે સમગ્ર દેશમાં સરકારી હોસ્પિટલ સરકારી કર્મચારીઓ ની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. સાથે જ સરકારે ઇમરજન્સી સેવાઓ તૈયાર કરવા સૂચનાઓ આપી છે. ત્યારે યુધ્ધની સ્થિતિમાં આકસ્મિક જરુરીયાત સમયે વિવિધ સેવાઓ માટે નિવૃત્ત સૈનિકોને પણ વિવિધ જગ્યાએ સુરક્ષા વ્યવસ્થા તૈયાર રહેવા સૂચના આપી હોય જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસ્વાટ કચેરી અને સૈનિક કુમાર છાત્રાલય, વડોદરા ખાતે એક્સ સર્વિસમેન માટેની ભરતી પ્રક્રિયાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સવારે 9:30 થી 12:30 દરમિયાન વિવિધ એજન્સીઓ દ્વારા ભરતી પ્રક્રિયા માટે ઇન્ટરવ્યૂ તથા ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં અડધો કલાકમાં જ 40 જેટલા પૂર્વ સૈનિકો અને અન્ય તાલીમ પામેલા લોકોએ ભરતી પ્રક્રિયા અંતર્ગત ફોર્મ ભર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસ્વાટ કચેરી અને સૈનિક કુમાર છાત્રાલય, વડોદરા એ પૂર્વ સૈનિકોના વેલફેર ફંડ અને અન્ય જરૂરી સુવિધાઓ સાથે જ તેઓના પુન:વસવાટ, તેઓને જરૂરી નોકરી તેમજ દેશના યુધ્ધ જેવી ઇમરજન્સી સમયે ભરતી પ્રક્રિયા માટે કામ કરે છે ત્યારે સમગ્ર મામલે પૂર્વ કર્નલ અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસ્વાટ કચેરી અને સૈનિક કુમાર છાત્રાલય, વડોદરાના અધિકારી કમલપ્રિત મેડમ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
