Padra

ઘરમાં પૂજા કરતા આધેડને ઝેરી જનાવર કરડી જતા મોત.

પાદરા તાલુકાના સાદડ ગામની સીમમાં આવેલા ખેતરમાં બનાવેલા કાચા મકાનમાં ચકચારી બનાવ બન્યો હતો. 55 વર્ષીય રમણભાઈ ભીખાભાઈ પાટણવાડીયા રાબેતા મુજબ નાઈ ધોઈને મંદિર પાસે બેઠા હતા ભગવાનને પૂજા આરતી કરતા હતા ત્યારે એક ડાબા પગના અંગૂઠા ઉપર કોઈ ઝેરી જનાવર કરડી ગયું હતું તેમનું ધ્યાન પડે તે પહેલા જનાવર નજીકમાં પડેલ ઈંટોના ઢગલામાં સરકી ગયું હતું. રમણભાઈ તુરંત ઉભા થઈને પરિવારજનોને જાણ કરી હતી. અને તેમના નાના ભાઈ બળવંતને ફોન ઉપર જનાવર કરડયા ની વાત કરી હતી. ગણતરીની પળોમાં પરિવારજનો એકઠા થઈ ગયા હતા જાનવરના ઝેરની અસર થતા રમણભાઈ બેભાન થઇ જતા સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. અને કરજણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબે આધેડને તાપસતા મૃત જાહેર કર્યા હતા. હાલતા ચાલતા ઘરના મોભીનું એકાએક મરણ થતા પરિવારમા શોક ની કાલિમા છવાઈ ગઇ હતી. પાદરા પોલીસને મૃતકના નાનાભાઈ બળવંત પાટણવાડીયા એ મોટાભાઈના આકસ્મિક મોત બાબતે જાણ કરી હતી.
ખેતી કામ કરતા રમણભાઈ ના પરિવારમાં પત્ની પુત્ર અને પુત્રીને વિલાપ કરતા મૂકી ગયા છે બે વર્ષ પૂર્વે તેમનો જુવાન જોધ પુત્ર ગંભીર બીમારીમાં પટકાતા મોતને ભેટયો હતો.

Most Popular

To Top