Gujarat

યુવરાજસિંહે પોલીસકર્મી પર ગાડી ચઢાવી, પૂછપરછ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવશે

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) સ્પર્ધાત્મક પરીક્ષાની (exam) ગેરરીતેનો ખુલાસો કરનાર અને આંદોલનકારીના નેતા યુવરાજસિંહ જાડેજાની (Yuvraj Singh) ધરપકડ કરવામાં આવી છે. ગાંઘીનગર (Gandhinagar) ખાતે પોલીસ હેડકવોર્ટરમાં પોલીસ કર્મી પર ગાડી ચઢાવી દેવાના આરોપમાં યુવરાજસિંહની ધરપકડ (arrest) કરવામાં આવી છે. જે બાદ યુવરાજસિંહની મુશ્કેલી વધારનાર એક વીડિયો પણ બહાર આવ્યો છે. જે વીડિયો યુવરાજસિંહની જ ગાડીના કેમેરામાં રેકોર્ડ થયો હોવાનું રેન્જ આઇજી અભય ચુડાસમાએ જણાવ્યું હતું. યુવરાજસિંહ જાડેજા પાસે મળી તમામ વસ્તુઓ FSL મોકલવવામાં આવશે.

વિદ્યાસહાયકની ભરતી કરવાની માંગણીનું આંદોલન આજે સતત બીજા દિવસે પણ કરવામાં આવ્યું હતું. અને આંદોલનકારીઓએ વિધાનસભાને પણ ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે મહિલાઓ સહિત આંદોલનકારીઓની અટકાયત કરી હતી અને ગાંધીનગર હેડક્વોર્ટર ખાતે લઈ જવાયા હતા. મહિલા આંદોલન કરનારને જુસ્સો આપવા તેમજ આંદોલન ન અટકે તે હેતુથી યુવરાજસિંહ પણ પોલીસ હેડકવાર્ટર પહોંચી ગયાં હતાં. યુવરાજસિંહ જાડેજા આંદોલનકારીઓ સાથે વાત કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પોલીસ જવાન સાથે ઘર્ષણ થયુ હતું. જે બાદ પોલીસે યુવરાજસિંહની ધરપકડ કરી હતી. આ ઘર્ષણમાં પોલીસ કર્મી પર કાર ચઢાવી દેવાનો આરોપ તેમજ હત્યા કરવાના પ્રયાસનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.

વીડિયોમાં શું છે ?
આ વીડિયો યુવરાજસિંહની ગાડીમાં મુકેલા કેમેરાનો જ છે જેમાં તમામ ઘટના રેકોર્ડ થઈ ગઈ છે. આંદોલનકારીને મળ્યા બાદ યુવરાજસિંહ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ કર્મીએ તેમને અટકાવ્યા હતા, ત્યાર બાદ પોલીસકર્મી અને યુવરાજસિંહ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમની ગાડીમાં જે કેમેરો છે, તેમાં રેકોર્ડ થયું હતું કે તેમણે પોલીસ કર્મી પર હુમલો કર્યો છે. તેમની ધરપકડ બાદ કેટલાક લોકો ત્યાં આવીને હલ્લો મચાવ્યો હતો, ત્યાર બાદ પોલીસ દ્વારા લોકોને સમજાવામાં આવ્યા હતા. આ તમમા ઘટના અંગે અભય ચુડાસમાએ જણાવ્યું હતું કે, પોલીસ પર ગાડી ચઢાવી, પોલીસ સાથે ઝપાઝપી કરી તે મુદ્દે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. કોઈ જાતની કિન્નખોરી રાખી નથી. યુવરાજસિંહ પાસેથી મળેલી તમામ વસ્તુ FSLમાં મોકલાશે. ત્યાર બાદ તેમની પુછપરછ બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

 

Most Popular

To Top