SURAT

સુરત ગ્રીષ્મા હત્યા કેસનો આ તારીખે ચુકાદો, દલીલો પૂરી

સુરત: (Surat) ગ્રીષ્મા હત્યા કેસમાં (Grishma Murder Case) હવે ખૂબજ ઝડપથી ચુકાદો આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. મળતી માહિતી અનુસાર આ કેસનો ચુકાદો 16 એપ્રિલના રોજ આપવામાં આવશે. આ પહેલા મંગળવારે બચાવપક્ષ દ્વારા બાકી રહેલી વધારાની દલીલો કરવામાં આવી હતી, બચાવપક્ષ દ્વારા પોસ્ટમોર્ટમ અને સાક્ષીઓની જુબાનીમાં વિસંગતતા દલીલો થઇ હતી. આ કેસમાં બચાવપક્ષે દલીલો કરતા વકીલ (Advocate) ઝમીર શેખે જણાવ્યું હતું કે, ખરેખર કઇ વ્યક્તિનું પોસ્ટમોર્ટમ કરાયું તે બાબત જ શંકા ઉપજાવે છે કારણ કે, રેકર્ડ પ્રમાણે ડેડબોડી ઘટનાના દિવસે 6 વાગ્યે પોસ્ટમોર્ટમ માટે પહોંચી ગઇ હતી, જ્યારે 108ના કર્મચારીના જણાવ્યા પ્રમાણે ડેડબોડી ઘટનાના દિવસે 7 વાગ્યા સુધી પોસ્ટમોર્ટમ માટે પહોંચી જ ન હતી. પોલીસ દ્વારા માત્ર 6 દિવસમાં જ શા માટે ચાર્જશીટ કરવામાં આવી તે પણ શંકા ઉપજાવે છે. આ કેસમાં સાક્ષીઓની જુબાનીમાં પણ વિસંગતતા છે, ગ્રીષ્માના કાકા કહે છે કે તેઓને ગ્રીષ્મા અને ફેનિલના (Grishma And Fenil) પ્રેમસંબંધની જાણ ન હતી, જ્યારે અન્ય એક સાક્ષીએ એવી જુબાની આપે કે, ગ્રીષ્માના કાકાને બધી જ માહિતી હતી. મંગળવારે બચાવપક્ષની દલીલો પૂરી થઇ હતી. દલીલો દરમિયાન કેટલાક મહત્ત્વના કાયદાકીય પ્રશ્નો પણ ઊભા થયા હતા.

  • ગ્રીષ્મા હત્યા કેસમાં બચાવ પક્ષની દલીલ પૂર્ણ
  • સરકાર પક્ષે બુધવારે દલીલો બાદ 16 એપ્રિલના રોજ ચુકાદો આવવાની શક્યતા
  • ફેનિલ પાસે કબજે ચપ્પુ કબજે લેવાયા તેના સમયમાં પણ ફેરફાર છે
  • સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 12 કલાક સુધી દલીલો કરવામાં આવી

ગ્રીષ્મા હત્યા કેસમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વિસંગતતા હોવાની બચાવ પક્ષની દલીલ
સુરત : ગ્રીષ્મા હત્યા કેસમાં આજે ફેનિલના વકીલ દ્વારા દલીલો કરવામાં આવી હતી. આ કેસમાં મંગળવારે કોર્ટનો સમય થઇ જતાં બુધવારે અંતિમ દલીલો કરાઈ હતી. ચકચારીત ગ્રીષ્મા હત્યા કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા છેલ્લા ત્રણ દિવસ દરમિયાન 12 કલાક સુધી દલીલો કરવામાં આવી હતી. આરોપી ફેનિલે પૂર્વનિયોજીત કાવતરુ કરીને ગ્રીષ્માની ઘાતકી હત્યા કરી નાંખવામાં આવી હોય, આરોપી ફેનિલને હત્યા કેસમાં તકસીરવાર ઠેરવવા દલીલો થઇ હતી. જેની સામે બચાવપક્ષના વકીલ ઝમીર શેખ દ્વારા દલીલો થઇ હતી કે, પ્રોસિક્યુશનના કેસમાં દરેક જગ્યાએ વિસંગતતા આવે છે. હત્યા બાદ પોલીસ અધિકારીની હાજરી, પોલીસે ગ્રીષ્માનો મોબાઇલ ફોન કબજે કર્યો તે બાબત ઉપરાંત ફેનિલની પાસેથી જે ચપ્પુઓ કબજે કરાયા તેના પંચનામામાં પણ વિસંગતતા જોવા મળે છે તેવી દલીલો કરવામાં આવી હતી. ગઈકાલે કોર્ટનો સમય પૂરો થઇ જતા બુધવારે વધારે દલીલો કરવામાં આવી હતી.

જણાવી દઈએ કે 12 ફેબ્રુઆરીએ સુરતના કામરેજ વિસ્તારમાં ફેનિલે ગ્રીષ્માના ઘરની બહાર હત્યા કરી હતી. ફેનિલે છરી બતાવી લોકોને નજીક ન આવવા કહ્યું હતું. ફેનિલે બદલો લેવા માટે ફેનિલે ગ્રીષ્માનું ગળું કાપી જાહેરમાં હત્યા કરી દીધી હતી. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો હતો જેણે ચકચાર મચાવી દીધી હતી. વીડિયોમા દેખાય છે કે, ફેનિલે ગ્રીષ્માના ગળા પર ચપ્પુ ફેરવીને તેને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારે આ વીડિયો ઓરિજિનલ હોવાનુ એફએલએલ દ્વારા કોર્ટમાં જણાવાયુ છે. ગ્રીષ્માને મારી નાંખી હોવાના ઓડિયોમાં ફેનિલ અને તેના મિત્ર આકાશનો અવાજ છે તે સાબિત થયુ છે. સાથે જ હત્યાનો વીડિયો પણ ઓરિજિનલ છે.

Most Popular

To Top