Gujarat

આપનું નવું સંગઠન જાહેર, ઈસુદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુને સોંપાયો મોટો હોદ્દો

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) પહેલા તમામ પાર્ટી (Party) સક્રિય દેખાઈ રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ (AAP) ચૂંટણી પહેલા પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કહી છે. આપના ગુજરાતના ચૂંટણી પ્રભારી ડો. સંદીપ પાઠકે પત્રકાર પરિષદ યોજી પાર્ટીના નવા સંગઠનની જાહેરાત કરી છે. જેમાં લગભગ 850 જેટલા કાર્યકર્તાઓને હોદ્દેદારો બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની નવા સંગઠનમાં ઈસુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આપના નવા સંગઠનમાં ઈસુદાન ગઢવી નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઈન્ટ સેક્રેટરી બનાવાયા છે. તેમજ સાગર રબારીને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ સિવાય તમામ સંગઠન વિખેરી નાખ્યું હતું. નવા માળખમાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. જો કે, હજી બીજુ લિસ્ટ આવશે તેવું પણ જણાવાયુ છે. 

ગુજરાતમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા નવું માળખું બનાવવામાં આવ્યું છે. ડો. સંદીપ પાઠકે જણાવ્યું હતું કે પાર્ટીને નવા મજબૂત માળખાની જરૂર હતી વધુમાં તેમણે કહ્યું કે અમે ગત મહિને પરિવર્તન યાત્રા યોજી હતી અને આ પરિવર્તન યાત્રામાં 182 વિધાનસભામાં નીકળી હતી. જેમાં લોકોનો અમને સારો પ્રતિસાદ મળ્યો હતો અને આ યાત્રા દરમિયાન લોકોએ પાર્ટીને જાણી. જેમાં ગામડું બેઠક પણ કરવામાં આવી હતી, જનસંવાદ પણ કરવામાં આવ્યો હતો. વધુમાં તેમણે કહ્યું કે જનતા બદલવા તૈયાર છે પરંતુ તેમને વિકલ્પ જોઈએ છીએ. બે મહિનામાં લાખો લોકો અને 30,000થી વધુ એક્ટિવ લોકો પાર્ટી સાથે જોડાયા છે. સંગઠનને વિખેરી ચૂંટણીને ધ્યાનમાં રાખી આજે નવું સંગઠન જાહેર કરવામાં આવી રહ્યું છે. હાલમાં પહેલા માળખાની જાહેરાત કરવામાં આવી છે.

ડો. સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, ગુજરાતમાં મુખ્યમંત્રીનો ચહેરો નક્કી કરવામાં આવશે અને ચોક્કસ સમયે ચહેરો જાહેર કરવામાં આવશે. નવા માળખામાં ઈસુદાન ગઢવીને રાષ્ટ્રીય લેવલે જવાબદારી સોંપવામાં આવી છે. અમારું સંગઠન મોટું બનાવવામાં આવ્યું છે. તેમજ ઈન્દ્રનીલ રાજ્યગુરુને નેશનલ જોઇન્ટ સ્ક્રેટ્રી બનાવવમાં આવ્યા છે.

આપના નેતા ઈશુદાન ગઢવીએ કહ્યુ કે, પદાધિકારીઓનું પ્રથમ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા છે. ઈશુદાન ગઢવીએ તમામ કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું તે બીજુ લિસ્ટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એક વિધાનસભામાં ચાર સંગઠન મંત્રી રહેશે એટલે તે એક વિધાનસભામાં ચાર બ્લોક પાડવામાં આવ્યા છે. આ પ્રથમ લિસ્ટમાં જેમના નામ રહી ગયા છે એમનું નામ બાજા લિસ્ટમાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે ચૂંટણી જીતવાની વ્યૂહરચનાને પગલે સંગઠન માળખાને વિખેરવામાં આવી રહ્યું છે. માત્ર પ્રદેશ પ્રમુખનો હોદ્દો ચાલુ રહેશે.

Most Popular

To Top