Madhya Gujarat

તારાપુર પાસે ટ્રક ટક્કરે કાર પલ્ટી જતાં મહિલાનું મોત

આણંદ : અમદાવાદથી વિરસદ કારમાં જતાં પરિવારને તારાપુર પાસે ટ્રક ટક્કરે અકસ્માત સર્જાયો હતો. ટ્રકની ટક્કરે કાર પલ્ટી જતાં તેમાં સવાર પરિણીતાનું મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુળ મહુધાના મહિસા ગામના અને હાલ અમદાવાદ સ્થાયી થયેલા હિતેશ કિર્તીભાઈ કાછીયા તેમના પરિવાર સાથે કારમાં વિરસદ જઇ રહ્યાં હતાં. આ કારમાં તેમના પત્ની, બે બાળકો અને તેમના નાના ભાઈના પત્ની સ્વાતીબહેન અને દિકરો દક્ષ હતાં.

તેઓ 31મીની બપોરે તારાપુર – ધર્મજ રોડ પર પંથી હોટલ નજીકથી પસાર થઇ રહ્યાં હતાં, તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલી ટ્રકના ચાલકની બેદરકારીના કારણે કાર હડફેટે ચડી ગઇ હતી. જેમાં કારની આગળની ભાગે ટક્કર વાગતા તે પલ્ટી ગઈ હતી. જેના કારણે કારમાં સવાર તમામને નાની – મોટી ઈજા પહોંચી હતી. જેમાં સ્વાતીબહેનને ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે તારાપુર પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top