Columns

હવે ટવીટ કરવા માટે પૈસા આપવા પડશે?

જ્યારથી ઈલોન મસ્ક ટવીટરના માલિક બન્યા છે ત્યારથી એવું પૂછવામાં આવી રહ્યું છે કે – હવે ટવીટરનું શું થશે? હવે મસ્ક શું કરશે? જેમ તેમણે ઓફિસમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું તેમ એપ પર પણ શું એવું સ્વચ્છતા અભિયાન જોવા મળશે? શું સુપર એપ પ્રકારનું કંઈક હશે? કે પછી તમને પૈસા કમાવવાનો જુગાડ મળશે? મસ્ક એટલો અણધારી છે કે તેના વિશે કંઈપણ અનુમાન લગાવવું મુશ્કેલ નથી! તેમ છતાં, ઘણું સમજી શકાય તેવું છે.

મસ્ક દ્વારા ટવીટર ખરીદ્યા બાદ સુપર એપની અટકળો દેખાઈ રહી છે. બાય ધ વે, મસ્કનો એક્સ પ્રેમ પણ કોઈનાથી છુપાયેલો નથી. તેના પુત્રનું નામ પણ આના પર રાખવામાં આવ્યું છે. જે કંપની ટવીટરને ખરીદવા માટે બનાવવામાં આવી હતી, તેનું નામ પણ ‘એક્સ હોલ્ડિંગ્સ’ અને સ્પેસએક્સ જ છે. મસ્કે ખુદ તેને ઘણી હવા આપી છે. થોડા દિવસો પહેલા, તેણે ટવીટ કરીને કહ્યું હતું કે ટવીટર ખરીદવાનો અર્થ છે X તરફ ઝડપથી આગળ વધવું. એવરીથિંગ એપ.

હવે આ એવરીથિંગ કે સુપર એપ શું છે? વાસ્તવમાં તેનો કોન્સેપ્ટ ચીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WeChat પરથી આવ્યો છે. WeChat પર યૂઝર્સ મેસેજિંગથી લઈને પેમેન્ટ સુધી બધું જ કરી શકે છે. તમે કરિયાણાની ખરીદી અને ટેક્સી બુક પણ કરી શકો છો. તમે કહેશો ભાઈ, વોટ્સએપમાં પણ આવું થાય છે. તમે એકદમ સાચા છો, પરંતુ યાદ રાખો કે આ મસ્ક છે. મસ્ક કંઈક કરશે તો એ નોખું જ હશે.

અલબત્ત, કરિયાણું તો સમજ્યા, શું ખબર ટેસ્લાની કાર અને રોકેટ પણ સીધા ઘરે ડિલિવરી કરવામાં આવે! જોકે, સુપરએપ ચીન જેવા દેશમાં ચાલી શકે છે કારણ કે ત્યાં ગૂગલ અને ફેસબુક બ્લોક છે, પરંતુ અમેરિકામાં, જ્યાં ગૂગલ અને એપલ એપ માર્કેટમાં પ્રભુત્વ ધરાવે છે, શું આ શક્ય બનશે? એપલે તાજેતરમાં Spotifyને ઑડિયોબુક્સ વેચવાથી કેવી રીતે અટકાવ્યું તે જાણીતું છે.

હવે ટવીટર પૈસા વસૂલશે? આવો સવાલ બધા પૂછી રહ્યા છે. સરળ શબ્દોમાં કહીએ તો, Twitter પ્રીમિયમ પૈસા વસૂલી શકે. બાય ધ વે, એપ્સનું પ્રીમિયમ સબસ્ક્રિપ્શન કોઈ નવી વાત નથી. YouTubeથી લઈને Snap Chat અને Telegram સુધીના પ્રીમિયમ પ્લાન બજારમાં ઉપલબ્ધ છે. ટવીટર બ્લુ પોતે એક પ્રીમિયમ સેવા છે. આવી સ્થિતિમાં, બની શકે છે કે મસ્ક ટવીટરનો મની પ્લાન લોન્ચ કરે. મસ્કે કેટલાંક મહિનાઓ પહેલા આ અંગેનો સંકેત પણ આપી દીધો હતો. તેને એવું કહ્યું હતું –  Twitter સામાન્ય વપરાશકર્તાઓ માટે હંમેશા મફત રહેશે, પરંતુ વ્યવસાયિક હેતુઓ અને સરકાર માટે થોડી ફી વસૂલવામાં આવી શકે છે. જો મસ્ક સરકારો પાસે ટવીટર હેન્ડલ યૂઝ કરવા બદલ પૈસા વસૂલશે તો ભારત સરકારથી લઈને દેશની દરેક રાજ્ય સરકારોએ કરોડો રૂપિયા ચૂકવવા પડશે! કારણ કે ભારતમાં સરકારો, તેના નેતાઓ, નેતાઓના અધિકારીઓ બધા જ ટવીટરના સહારે જ તો છે.

Most Popular

To Top