Comments

આપણે બધા અસંવેદનશીલ કેમ બની ગયા છીએ ?

આર્થિક ક્ષેત્રે અસમાનતા અને સામાજિક ક્ષેત્રે અસંવેદનશીલતા એ આપણા દેશની સૌથી મોટી સમસ્યા છે અને આ નજર અંદાજ્કારવા જેવી સમસ્યા નથી આના ગંભીર પરિણામો દેશે લાંબા ગળે ભોગવવા પડશે. ગુજરાતમાં તાજેતરમાં જે વરસાદ થયો અને મધ્ય પ્રદેશ મહારાસ્ત્ર માં વરસાદ થવાથી તાપી નર્મદા અને મહીસાગર માં પુર આવ્યા. તંત્રની ગણતરી માં ફેર પડ્ય્પ કે બીજું કાઈ કારણ હોય પણ મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરતમાં પુર આવ્યા અનેક ખેતરો ઘરો ડૂબ્યા અચાનક છોડવામાં આવેલા નર્મદાના પાણી એ અનેક મૂંગા પાશુ નાશ પામ્યા પણ આ વાતની ચેનલો અને છાપામાં નિસ્બત પૂર્વક નોધ ના લેવાઈ .

પહેલા એક વાયરસ માં અનેક ગાયો મૃત્યુ  પામી હતી પણ શહેરી વસ્તી નું રૂવાડુંય ફરક્યું ના હતું . મોરબીના પુલ ની દુર્ઘટના હોય, હાટકેશ્વર બ્રીઝ ચાલુ થાય તે પહેલા તોડી પડવાનો હોય , શિક્ષકો ની ઉચ્ચક ભરતી હોય, કે વ્યાપક બનતું કોન્ત્રાક્ત સીસ્ટમ નું દુષણ હોય આપણા મુખ્ય ધારા ના લોકોને કોઈ ફેર નથી પડતો .કોઈ બોલતું નથી કોઈ પૂછતું નથી. વળી છેલ્લા કેટલાક સમય થી એવું જોવા મળે છે કે જેનો પ્રશ્ન હોય તે બોલે અને તે પાછો બીજામાં ના બોલે. શિક્ષકો માત્ર પોતાના પ્રશ્નો માં બોલે , બેકાર યુવાનો માટે ના બોલે.

પશુ પાલકો પોતાના માટે કાયદો બને તો બોલે ,પણ શિક્ષકો માટે ના બોલે. સૌ પોત પોતાના પ્રશ્ને સરકાર સાથે ડીલીંગ કરી લે છે. પણ સામાજિક જવાબદારી માટે સહિયારી સંવેદના ક્યાય દેખાતી નથી . ગુજરાત વિધાન સભાની ચુટણી ના પરિણામો માંપણ  આપણને સ્પષ્ટ સંકેત મળ્યા કે ગુજરાતના ગામડા અને સહેરની સમસ્યા જુદી છે.માટેજ તેમની જરુરુયાતો જુદી છે, અને માટેજ તેમની વોટીંગ પેટર્ન પણ જુદી છે. કોઈ આંદોલન કે વિરોધના વિરોધમાં તોફાની ટોળાએ બસો બળી એટલે  સરકારે  બસો બંધ કરી દે.પછી ભલે  લગ્ન ની સીજન માં લોકો રાખડી પડે , સ્કુલ કોલેજોના બાળકો રાખડી પડે  ,દવાખાને જતા દર્દીઓ રખડ્યા કરે  .

પણ આપણા મોટા સહેરોમાં કોઈએ હરફ સુધા ના ઉચારે કે આ જાહેર પરિવહન એ પ્રજની પાયાની જરૂરિયાત છે.સરકાર બસો બંધ કરે તો એની વૈકલ્પીક વ્યવસ્થા શું ? જે સરકાર થોડાક તોફાની તત્ત્વો એ કાબુમાં લીધેલા રાજ્યના હાઇવે ને સુરક્ષિત નથી રાખી શક્તિ એ કાશ્મીર માં આતંકવાદીઓ સામે શું લડવાની ? ગુજરતના જાહેર જીવનમાં લેખકો પત્રકારો અને આગેવાન નેતાઓ કોઈને આ ઓછા વિકસિત જિલ્લાઓની તકલીફો વિષે કશી ખબરજ નથી સાહિત્ય જયરે ગ્લેમરના રવાડે  ચડે ત્યારે પ્રજાનું સૌથી વધુ નુકશાન થાય છે.

આ જે ગુજરત અને ભારતમાં પત્રકારો લેખકો અને આગેવાનો ફાઈવસ્ટાર ફેસેલીતીના રવાડે ચડી ગયા છે તેમને ગુજરતના આર્થિક ગરીબ જીલ્લાઓ માં વાહનવ્યવહાર શિક્ષણ આરોગ્ય જેવી પાયની સવલતોની શું હાલત છે એની ખબર નથી અને તેમને જાણવું પણ નથી ધાર્મિક કથાકારો પણ લાખોમાં આળોટતા થઈગયા છે તેમની કાથો અને પ્રવચનો ચેનલોમાં અને ફાઈવસ્ટાર હોટલોમાં હોય છે નરસિહ કે કબીર ની જેમ કોઈને હરીજનવાસમાં જઈને વાત કરવાનો સમયનથી.

આ ખાનગી સ્કુલોના સમયમાં ગરીઓબ પોતાના બાળકને ડોક્ટર કે એન્જીનીયર કેવી રીતે બનાંવાશે  ,કોઈ વ્યક્તિ પોતાના માતા પિતાની સારવાર આ મોઘી દાટ હોસ્પિટલોમાં કેવી રીતે કરવાશે તેની કોઈને ચિંતા જ નથી આપણા છપા અને ચેનલોમાં સુપરસ્ટાર વક્તાઓ અજબ ગજબ ની વાતો કાર્ય કરે છે અને પ્રજાના ધનિક વર્ગના મનોરંજન માટે મુજરો કર્યા કરે છે આવનારા ભવિષ્યની ભયંકર વાસ્તવિકતાઓ ની કોઈ વાત નથી કરતુ …ગુજરાતમાં સરકારી વહન વ્યવહાર ની સ્થિતિ કથળી ગઈ છે ખાનગી વાહનો વધી રહ્યા છે ટ્રાફિકના પ્રશ્નો છે ડીઝલ ૭૦ રૂપિયે પહોચ્યું છે મકાનો ૫૦ લાખ થી એક કરોડ નો ભાવ વટાવી ચુક્યા છે .

રીપોર્ટ કહેછે કે દેશની વધેલી સંપત્તિ માંથી ૭૬% સંપત્તિ માત્ર ૧% ધનિકો પાસે છે ત્યારે આ અસમાનતા અને ગરીબી આવનારા સમયમાં નવાજ આર્થિક અને સામજિક તોફાનો સર્જશે એનો ડર કોઈને કેમ લાગતો નથી .દર્દીઓ હશે,દવાખાનાં હશે પણ દર્દીઓ પાસે દવાખાન માં જવાના પૈસા નહિ હોય .મલ્ટીપ્લેક્ષ હશે પ્રેક્ષકો હશે પણ પ્રેક્ષકો પાસે ટીકીટ ખરીદવાના રૂપિયા નહિ હોય .સ્કુલો હશે પણ લોકો પાસે તેમાં એડમીશન લેવાના રૂપિયા નહિ હોય બધુજ જયારે થોડાક લોકો પાસે હશે અને કરોડો લોકો એના વગર ટળવળતા હશે ત્યારે હિંસા  થશે એવું કાલ માર્ક્સ કહી ગયો છે. આપણે શહેરીમાધ્યમ વર્ગના લોકોએ થોડી સંવેદન શીલતા કેળવવાની જરૂર છે .

પણ આપણે વહન પાર્ક કરીએ ત્યારે બીજાનો વિચાર નથી કરતા, તો ખાવ બેસીએ ત્યારે બીજાની ભૂખ નો વિચાર નથી કરવાના . અમદાવાદ માં પદમાવત ફિલ્મના વિરોધમાં તોફાની ટોળાએ આયોજન પૂર્વક ચાર માંલ્તીપ્લેક્શની બહાર ઉભેલા વાહનોમાં આગ લગાડી . આ સામાન્ય માણસના  વાહનો અને ફિલ્મ ને શું લાગેવળગે ? સરકાર મુક પ્રેક્ષક બની ને જોતી રહી આવનારા સમયમાં ફિલ્માં નું જે થવું હોય તે થાય પણ આ ૨૫ થી ૩૫ લોકોએ પોતાન વાહનો ગુમાવ્યા હપ્તા ભરીને લીધેલા વાહનો આમ બળી જાય અને આપણે દુનિયામ ભાષણ કરતા ફરીએ કે આવો અને અહી વેપાર કરો !

કોઈને કાલે અએમ થશે કે સામાન્ય માણસે આ કિંમત કેમ ચુકવણી અમદાવાદ માં ૧૦૦ જાના ને તકલીફ થઇ એમાં વડોદર સુરત ભાવનગર ના લોકોને શું ? મોરબીમાં પાણી નથી આવતું એમાં અમદાવદ વાળા ને શું ? સ્કુલોમાં ફી વધાર માટે જેમના બાળકો ભણે છે એ લડે જેમના બાળકો નથી ભણતા એમને  શું? હજરો પ્રશ્નો છે.પણ,મહત્વનો એકજ પ્રશ્ન છે. કે આપણેઆટલાબધા અસંવેદનશીલ  કેમ બનતા જઈએ છીએ. શું વધતાં વેપારવાદ અને વસ્તુવાદે આપણી સંવેદન ખત્મ કરી નાખી છે ?      
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top