Entertainment

શાહરૂખના ‘બેશરમ રંગ’ પર પૂનમ પાંડેએ કેમ કહ્યું, ”પાપ છે આ, આવું ન કરો…”

મુંબઈ: બોલિવુડ સ્ટાર શાહરૂખ ખાનની (ShahRukhKhan) અપકમિંગ ફિલ્મ “પઠાણ”ના (Pathan) ”બેશરમ” ગીતમાં (Besharam) દિપીકા પદુકોણે (DipikaPadukone) ભગવા રંગની બિકીની અને શાહરૂખ ખાને લીલા રંગનો શર્ટ પહેરતા હિન્દુ સંગઠનો નારાજ થયા છે. દેશભરમાં પઠાણ ફિલ્મ રિલિઝ ન કરવા મામલે માંગણીઓ થઈ રહી છે ત્યારે ફિલ્મ જગત સાથે સંકળાયેલા કેટલીક હસ્તીઓ પણ પોતાના અભિપ્રાયો સોશિયલ મીડિયા પર મુકી રહ્યાં છે. દરમિયાન આ વિવાદ વચ્ચે પૂનમ પાંડેએ (PoonamPandey) શાહરૂખ ખાન વિશે કરેલી કોમેન્ટના લીધે સોશિયલ મીડિયામાં તહલકો મચી ગયો છે.

શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણને લઈને દેશભરમાં ઘણો હોબાળો થઈ રહ્યો છે. શાહરૂખ અને દિપીકા પદૂકોણના ચાહકોને ફિલ્મના પોસ્ટર અને ટીઝરને ઘણો પ્રેમ આપ્યો છે પરંતુ ફિલ્મનું ગીત બેશરમ રંગ રિલીઝ થતાં જ વિવાદમાં સપડાયું છે. આ ગીતના કપડાં મામલે હંગામો મચી ગયો છે. પઠાણ વિવાદ વચ્ચે કોઈ શાહરૂખ-દીપિકાને ટ્રોલ કરી રહ્યું છે તો ઘણા લોકો તેમના સમર્થનમાં આગળ આવી રહ્યા છે. હવે પૂનમ પાંડેએ પણ એક કોમેન્ટ કરીને આ વિવાદ માં ઝંપલાવ્યું છે.

પઠાણ વિવાદ પર પૂનમ પાંડેએ શું કહ્યું?
પૂનમ પાંડેએ બેશરમ રંગ ગીતમાં દીપિકા પાદુકોણની ભગવા રંગની બિકીની અને શાહરૂખ સાથેના તેના ઈન્ટેન્સ રોમેન્ટીક ડાન્સ પર ટ્રોલ થવા પર અલગ રીતે પ્રતિક્રિયા આપી છે. મીડિયા સાથેની વાતચીત દરમિયાન પૂનમ પાંડેને પૂછવામાં આવ્યું કે ગીત ‘બેશરમ રંગ’ અને ફિલ્મમાં દીપિકા પાદુકોણની બિકીનીના રંગને લઈને થયેલા વિવાદ વિશે તમારું શું કહેવું છે? તેના જવાબમાં પૂનમ પાંડેએ કહ્યું કે, આ અંગે વાત કરવી મૂર્ખામી હશે. ગીત ખૂબ સુંદર છે. દીપિકા અદ્ભુત દેખાઈ રહી છે, તે એક સરસ ગીત છે અને મારો મનપસંદ SRK ખૂબ જ હોટ લાગી રહ્યો છે.

કોઈ આટલું હોટ કેવી રીતે દેખાઈ શકે, શાહરૂખ વિશે પૂનમ પાંડેની કોમેન્ટ
શાહરૂખ ખાનના વખાણ કરતા પૂનમ પાંડેએ કહ્યું, ”કોઈ આટલું હોટ કેવી રીતે દેખાઈ શકે છે?, આ એક ગુનો છે… આ પાપ છે… આવું ન કરો સર.” પૂનમ પાંડેની પ્રતિક્રિયાથી સ્પષ્ટ છે કે બેશરમ રંગ ગીતમાં શાહરૂખ ખાનના એબ્સ અને કિલર બોડી જોઈને તે ક્લીન બોલ્ડ થઈ ગઈ છે. તેથી જ તેણે કિંગ ખાનના ભરપેટ વખાણ કર્યા છે. બાય ધ વે, શાહરૂખ ખાનનો આવો ચાર્મ છે. સામાન્ય લોકોની સાથે સેલેબ્સ પણ તેના પ્રેમમાં પડે છે.

પઠાણનું બીજું ગીત ‘ઝૂમે જો પઠાણ’ રિલીઝ થયું
આવતા વર્ષે તા. 25 જાન્યુઆરી 2023ના રોજ પઠાણ મૂવી રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં જોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં જોવા મળશે. શાહરૂખનો અત્યાર સુધીનો સૌથી કિલર લુક પઠાણમાં જોવા મળશે. આ ફિલ્મ માટે કિંગ ખાને પોતાના લુક અને બોડી પર ઘણી મહેનત કરી છે. દરમિયાન બેશરમ રંગના વિવાદ વચ્ચે પઠાણનું બીજું ગીત ઝૂમે જો પઠાણ પણ રિલીઝ થઈ ગયું છે. ફેન્સ પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. હવે જોવાનું છે કે આ ફિલ્મ રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર કેટલી સારી કમાણી કરશે.

Most Popular

To Top