Charchapatra

‘ગોરા’ આૈર ‘કાલા’ આઘાત-પ્રત્યાઘાત…

ગુજરાતીમાં કહેવાયુ છે કે, ‘બોલતા પહેલા વિચારવું’. સદી પૂર્વેની એક સરસ દાખલારૂપ ઘટના છે, જોકે તેને સમર્થન મળી રહે છે, એમ આપણે તાજેતરના થોડા સમય પૂર્વે જ સોશ્યલ મિડિયાના માધ્યમે જોયુ જાણ્યું છે કે, ગોરા -પોલીસો, પરદેશમાં કાળા – હસબી લોકો સાથે કેવા કેવા પ્રકારના શારીરિક અત્યાચારો કરે છે, કરતા આવ્યા છે, ત્યારે સામે પક્ષે કાળા – હસબીઓ પણ બદલાની ભાવના જે વંશ – પરંપરાગત છે, એનું પ્રતિબિંબ આજની તારીખે પણ વૈશ્વિક સ્તરે કયાંક ને કયાંક જોવા મળે જ છે.

વાત એવી હતી કે, ભૂતકાળમાં… (ભારત બહાર) એક ગોરા અંગ્રેજ શિક્ષકે, એના વર્ગમાં ભણતા કાળા – હસબી (ગુલામ મૂળના કહી શકાય) છોકરાના હાથ તપાસીને એવી મજાક કરેલી હતી કે, ‘તારા હાથ તો ખૂબ જ કોમળ છે ને… સાંભળીને છોકરો રાજી – રાજી થયો, વિચાર્યુ કે સરસ… શિક્ષકે મારી પ્રશંસા તો કરી, ત્યાબાદ ક્ષણિક થોભીને એ જ શિક્ષકે વર્ગખંડમાં બધા વિદ્યાર્થીઓને કટાક્ષ સભર જણાવ્યું કે, જુઓને… હજુ તો પચાસેક વર્ષો પહેલા જ આ બધા કાળિયા ચારપગે ચાલતા હતા. બસ, આટલુ સાંભળતાં જ પેલા કાળા છોકરાના ‘કાળજે’ જે ‘ઘાત-આઘાત’ પડયો, તેના પ્રત્યાઘાતો જાણે આજ સુધી પેઢી દર પેઢીથી ‘ગોરા-કાળા’ વચ્ચે રહી રહીને પણ… શાબ્દિક યુદ્ધો, અને હાથ-સફાઇ, માન-અપમાન અને છેડતી – બળાત્કાર સુધી આકાર પામતી અને સામાજીક ચિંતન પ્રેરક ઘટનાઓ અટકતી નથી. એ પણ સાર્વત્રિક સત્ય હકિકત છે.
સુરત     – પંકજ શાં. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top