Comments

ધર્મનું સ્વાતંત્ર્ય કયાં છે?

સમીર વાનખેડેના અનુસૂચિત જાતિના પ્રમાણપત્રના વિવાદને કારણે આપણને બે મુદ્દાઓ તપાસવાની તક મળી છે. 1. અનામત અને 2. ધાર્મિક સ્વાતંત્ર્ય. ભારત હિંદુઓ, શીખો, બૌદ્ધો અને દલિતોને અનુસૂચિત જાતિની અનામત આપે છે, પણ ખ્રિસ્તીઓ અને મુસ્લિમ દલિતોને નહીં. અગાઉની સરકારે ભૂતપૂર્વ જસ્ટિસ સાવરની આગેવાની હેઠળની એક સમિતિની રચના કરી હતી અને આ સમિતિએ ભલામણ કરી હતી કે અનામતનો લાભ મુસ્લિમો સહિત સૌ દલિતોને મળવો જોઇએ, પરંતુ આ ભલામણનો અમલ નથી થયો.

અલબત્ત આજના મુસ્લિમો પાસે ભારતમાં કોઇ સંસ્થા નથી અને અનામત જેવી માગણી કરી શકે તેમ નથી. તેઓ જેલમાંથી બહાર રહેવામાં અથવા શેરીઓમાં ઘાતકી હુમલાનો શિકાર બનવાનું ટાળવામાં પ્રવૃત્ત છે. ભારત તમામ અનુસૂચિત જનજાતિઓને આ શ્રેણી હેઠળ અનામતનો લાભ આપે છે અને તેમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પણ છે અને અલબત્ત, અન્ય પછાત વર્ગોની અનામતનો લાભ પણ મુસ્લિમો અને ખ્રિસ્તીઓને મળે છે પણ સમીરે જેને માટે અરજી કરી તે અનુસૂચિત જાતિની શ્રેણીનો તેમને ઇન્કાર કરવામાં આવે છે. વાનખેડેના પિતા દલિત હતા અને માતા એક મુસ્લિમ હતી. આક્ષેપ એવો થાય છે કે તે પોતે જ એક મુસ્લિમ હતા અને તેથી અનુસૂચિત જાતિની શ્રેણીમાં અરજી અમાન્ય છે.

ધર્માંતર કરનાર દલિતો અને આદિવાસીઓ નબળા અને હુમલાને પાત્ર છે કારણ કે રાજય એવો આગ્રહ રાખે છે કે તેમના પ્રમાણપત્ર પર ‘ખ્રિસ્તી આદિવાસી’ લખેલું હોવું જોઇએ તેથી અનામત સહિતના લાભ લેવાનું લોકો માટે મુશ્કેલ છે.

ગુજરાતમાં ખ્રિસ્તી ધર્માંતર કરનારા કેટલાક દલિતો પોતાનો હિંદુ ધર્મ જાળવી રાખે છે અને તે સાથે પોતાની જ્ઞાતિ અને દરજ્જો પણ. અકલ્ટ કંપેન્ઝેશન પ્રક્રિયા હેઠળ ચર્ચ આવી છૂટ આપે છે. કોઇ પણ વ્યકિતને કાયદા બહારના કૃત્ય મારફતે પોતાની ખોટ સરભર કરવાની આ જોગવાઇ છે. આ કિસ્સામાં રાજયો અન્યાયી રીતે નકારેલા હક્કનો દાવો કરવા દલિતો આ ચોરીછૂપીના કૃત્ય કરી શકે.

ભારતીય જનતા પક્ષની સરકાર ધર્માંતર રોકવા અનામતના મામલે ગુજરાતના આદિવાસી અને દલિતોને સક્રિયપણે રીઝવે છે. તા. 7 મી માર્ચ, 2011 ના રોજ ગુજરાત હાઇકોર્ટે ધર્માંતર પહેલાં જે લાભ મેળવ્યો હતો તે લાભ મેળવવા માટેની એક દલિતની અરજી ફગાવી દીધી હતી. અદાલતે કહ્યું હતું કે નિમેશ ઝવેરી અને તેના પરિવારને સરકારે પ્રમાણપત્ર આપ્યું હોવા છતાં દલિત તરીકેના હક્ક નહીં મળે. લોકોને ખબર નહીં હોય કે અનુસૂચિત જાતિઓ અને જનજાતિઓના પુરુષો અને સ્ત્રીઓ માટે ધર્માંતર બદલ અન્ય વ્યકિતઓના ધર્માંતર કરતાં વધુ સખત સજાની જોગવાઇ છે.

2018 પછી ભારતીય જનતા પક્ષની રાજયોની સરકારે ખાસ કરીને લગ્ન સાથે સંકળાયેલા ધર્માંતર અટકાવવા વધુ સખત સજાની જોગવાઇ કરતા કાયદા પસાર કર્યા છે. મોટા ભાગનાં પરિવારો ધાર્મિક રસમો અને પરંપરાઓનું ઘરમાં પાલન કરે છે અને એક જ પરિવારમાં બે જુદા જુદા ધર્મનાં લોકો હોય તે અસાધારણ છે. સૈધ્ધાંતિક રીતે સ્પેશ્યલ મેરેજ એકટ હેઠળ જે તે શકય છે, પણ તેની પોતાની સમસ્યાઓ છે, જેમાં અહીં આપણે જવાની જરૂર નથી.

નવા ‘લવ જિહાદ’નો પ્રથમ કાયદો ઉત્તરાખંડનો 2018 નો ધર્મ સ્વાતંત્ર્યનો કાયદો હતો. હિંદુત્વમાં ધર્મપરિવર્તન કરનાર એટલે કે પૂર્વજોના ધર્મમાં પરિવર્તન કરનારને બાકાત રાખવામાં આવ્યા છે તે અસાધારણ છે. આનો અર્થ એ થયો કે કોઇ હિંદુ લગ્ન કરવા માટે ઇસ્લામમાં ધર્માંતર નહીં કરી શકે, પણ એક મુસ્લિમ એ જ હેતુસર હિંદુ બની શકે. ઉત્તરપ્રદેશનો વિધિ વિરુધ્ધ ધર્મ સંપરિવર્તન પ્રતિરોધ અધ્યાદેશ (2020)એ સાબિતીનો બોજ ઉલટાવ્યો છે. એક પુખ્ત વયની સ્ત્રી જો એમ કહે કે મેં મારી મરજીથી ધર્મ બદલ્યો છે તો તે પૂરતો પુરાવો નથી, પણ તે જે પરિવારમાં લગ્ન કરે તેણે પોલીસને સંતોષ આપવો પડે કે અમે કોઇએ દાબદબાણ કર્યું નથી.

મધ્યપ્રદેશ ધર્મ સ્વાતંત્ર્ય અધ્યાદેશ 2020 અન્વયે લગ્ન મારફતે ધર્માંતર કરનારને 10 વર્ષની સજા થઇ શકશે. આ કાયદા હેઠળ દંપતીને સંતાનો હોય તો પણ લગ્ન ફોક કરે. ગુજરાતના ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) ધારા-2021 હેઠળ પણ દસ વર્ષની સજાની જોગવાઇ છે. કર્ણાટક અને હરિયાણા જેવાં અન્ય રાજયોએ પણ આવા કાયદા જલ્દીથી ઘડવાનું વચન આપ્યું છે. 21 મી સદીના બે દાયકાઓમાં લોકશાહીમાં પ્રગતિશીલને બદલે પીછેહઠ સમાન કાયદા ઘડાય તે અસાધારણ છે. ભારતમાં આવું જ થઇ રહ્યું છે અને હજી આવું ઘણું બનશે. ભારતીયોને મુકતપણે ધર્મ અપનાવવાનો આચરણમાં મૂકવાનો અને તેનો પ્રચાર કરવાનો મૂળભૂત હક્ક છે. પ્રચાર એટલે પ્રસાર. બંધારણ ધારાસભામાં આ હક્કની ખ્રિસ્તીઓ દ્વારા ધર્માંતર કરાવવાના તેમના હક્કના ભાગ રૂપે આ હક્કની ઉગ્ર ચર્ચા થઇ હતી.

આંબેડકરનો અસલ મુસદ્દો આ સભાનની સમિતિને આપવામાં આવ્યો હતો તેમાં આ શબ્દો હતા. જાહેર વ્યવસ્થા અને નૈતિકતાને સુસંગત હોય તેવી મર્યાદામાં ધર્મનું આચરણ કરવા ઉપદેશ આપવો અને ધર્માંતરણ કરવાનો હક્ક. પ્રચાર કરવો એવો શબ્દ પ્રસાર કરવો એવી રીતે ફેરવાઇ ગયો. મતલબ કે ‘પ્રોપેગેટ’ થઇ ગયો તો પણ આંબેડકરે ટીકા ટીપ્પણ નહીં કર્યા કારણ કે તેમને સંતોષ થયો કે પ્રસાર કરવો અને ધર્માંતરણ કરવું એનો અર્થ એક જ થાય. આજે ભારતમાં પ્રસાર કે ધર્માંતરનો હક્ક નથી એને માટે ફોર્મ ભરવું પડે અને ધર્માંતર કરવા દેવું કે નહીં તે રાજય નક્કી કરે. આપણી બિનસાંપ્રદાયિક લોકશાહી વિશે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ‘મુકતપણે અપનાવવું, આચરણ કરવું અને પ્રસાર કરવો’ એ એક વખત મૂળભૂત અધિકાર હતો અને રાજયની દરમ્યાનગીરીથી અને ફોજદારી અપરાધ બનવાથી રક્ષણ મળતું હતું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top