Charchapatra

ક્યાં ગયા એ મેળાઓ?

 ‘મેળો’ શબ્દ બોલતાની સાથે જ નજર સમક્ષ જનમેદની તરવરે છે. ગુજરાત એના ભાતીગળ મેળા વડે પ્રખ્યાત છે, જેવા કે ભવનાથનો મેળો, તરણેતરનો મેળો વિગેરે વિગેરે. અને આમાં તો આપણુ સૂરત પણ પાછુ પડે તેમ નથી. પહેલાના સમયમાં તો સુરતમાં કેટલા બધા મેળા ભરાતા. દિવાસાના મેળો, રાંદેરમાં ભરાતો સમય જતાં સ્વરૂપ બદલાતુહોય છે. પરંતુ એની એટલે કે મેળાની મજા તો લોકો ખૂબ ઉત્સાહપૂર્વક માણતા. પવિત્ર બારસનો મેળો ગાંધીચોકમાં ભરાતો અને બળેવનો એટલે કે શ્રાવણી પૂનમનો મેળો ચોકમાં ભરાતો હતો.

વળી ગોકુળ અષ્ટમીના મેળાની તો વાત જ કાંઈ ઓર હતી. શ્રાવણ મહિનો આવે એટલે લોકો આઠમના મેળાની રાહ જોવા માંડતા. રૂવાળાના ટેકરા અને ભાગળ પર ભરાતા આ મેળામાં કેવેન્ડર્સના બે ઊંચા માણસો આકર્ષકનું કેન્દ્ર બની રહેતા. વળી અસંખ્યા સ્ટોલ્સ કે જેમાં રમકડાના, રમત ગમતના સાધનો, ચાદર-ચારસા, ઘર વપરાશની વસ્તુઓ, ચકડોળ તથા ખાણીપીણીના સ્ટોલ્સનો પણ સમાવેશ થતો. અને એમાં વળી ખાસ તો ‘મોતનો કૂવો’ મનોરંજનના કેન્દ્રસ્થાને રહેતો ત્યાર પછી તો આ મેળો રીંગરોડ પર ભરાયો અને હવે તો વનીતા વિશ્રામના ગ્રાઉન્ડ પર ભરાય છે પણ પહેલા જેવી મેળાની મજા આજે નથી આવતી શહેરમાં ભરાતા મેળાઓ તો ગયા અને રહી ગઈ માત્ર એની યાદો.
અડાજણ – શીલા એસ.ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top