Charchapatra

જીવન જીવવાની સાર્થકતા કઈ બાબતોમાં સમાયેલી છે.?

આનંદોત્સવ, માન, સન્માન, પદ, પ્રતિષ્ઠા, વૈભવ, પૈસા મર્યાદિત અવધિ માટે જ હોય છે. તેનો વધુ પડતો દેખાડો હાનિકારક બની શકે. અવધિ પૂરી થાય એટલે ફરી પાછા રૂટિન પ્રવૃત્તિમાં પરોવાઇ જવું પડે. દરેક માનવીને તેની ક્ષમતા, બુદ્ધિપ્રતિભા મુજબ સંઘર્ષ અને મહેનત બાદ પ્રાપ્ત થતું હોય છે. દરેક માનવીમાં આ  બધા ગુણો તો હોય જ છે, પણ તેને બહાર લાવવા માટે કોઈક મળી આવવો જોઇએ, જેમ કે આ ચર્ચાપત્ર લેખન શરૂ થવાથી કેટલા લખનારાઓને પ્લેટફોર્મ મળી ગયું તે સારું જ કહેવાય ને.

દરેક પ્રતિભાશાળીઓએ મેળવેલ માન, સન્માન,સિદ્ધિ બીજાઓ પ્રાપ્ત કરે તેવી ઓળખ જો જણાઈ આવે તો, તે માટેના અવિરત પ્રયાસો, જરૂરી માર્ગદર્શન આપવામાં આવે તો જે તે વ્યક્તિ, સંસ્થાને આપેલ માન, સન્માન સાચા અર્થમાં સાર્થક કહેવાય. માનવીના જીવનમાં બનતી સારી નરસી ઘટનાઓ મર્યાદિત અવધિ માટેની જ હોય છે. માનવીને જીવન પસાર કરવાના પાઠો શીખવી જાય છે. શાળાંમા બની ગયેલ ઘટનાના પાઠો શીખવવામાં આવે, જયારે જીવનમાં બનતી ઘટનાઓ ઉપરથી પાઠ શીખવા મળે છે. અંતમાં દરેક માનવીને પોતે મેળવેલી સ ફળતા, નિષ્ફળતા, પદ, પ્રતિષ્ઠા, વૈભવ અને પૈસાનું મૂલ્ય સમજાઈ જાય એટલે જીવનનો બેડો પાર થઈ ગયો.
સુરત     – ચંદ્રકાન્ત રાણા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top