Comments

શું છોડવું જોઈએ

એક દિવસ  યુધિષ્ઠિરને નાના ભાઈ નકુલે પૂછ્યું, ‘ભ્રાતાશ્રી જીવનમાં આપણે એવું તે શું કરવું જોઈએ જેનાથી આપણે બધાના પ્રિય થઇ જઈએ?’ યુધિષ્ઠિર બોલ્યા, ‘નકુલ, બધાના પ્રિય થવું બહુ અઘરું છે. તેના માટે કૈંક કરવા કરતાં કૈંક છોડવું વધુ મહત્ત્વનું છે.’ નકુલે તરત જ પૂછ્યું, ‘શું છોડવું પડે ભાતાશ્રી?’ યુધિષ્ઠિર બોલ્યા, ‘પ્રિય નકુલ, બધાના પ્રિય થવા માટે તારે માન છોડવું પડે.’ નકુલે પૂછ્યું, ‘પરંતુ ભાતાશ્રી, પોતાનું માન તો દરેક માટે મહત્ત્વનું હોય તે કઈ રીતે છોડી શકાય?’ યુધિષ્ઠિરે જવાબ આપ્યો, ‘નકુલ ,પોતાના માન કરતાં અન્યને માન આપવું જરૂરી છે અને હું અહીં માન એટલે સ્વમાન છોડવાનું નથી કહેતો, પણ સ્વમાનની આડમાં આપણે જે અભિમાન કરીએ છીએ.

નાની નાની વાતમાં આપણો અહંકાર વચ્ચે લાવી તેને મહત્ત્વ આપી સંબંધો બગાડીએ છીએ તે છોડવાની જરૂર છે.’ નકુલ બોલ્યો, ‘પણ ભાતાશ્રી, આ અહંકારને કઈ રીતે છોડવો?’ યુધિષ્ઠિર બોલ્યા, ‘પ્રિય નકુલ, અહંકારને છોડવા માટે નમતાં શીખવું પડશે..ઝૂકતાં શીખવું પડશે.અક્કડ છોડીને વળવું પડે …અન્ય વ્યક્તિની વાત અને વિચારને સમજવાની ઉદારતા કેળવવી પડે અને આ કરવું સહેલું છે પણ આપણી અંદર રહેલું અભિમાન આપણને તેમ કરવા દેતું નથી.સામેથી આવતા કોઈએ મને નમન ન કર્યા ..

અભિવાદન ન કર્યું તો હું પણ નહિ કરું આ આપણા નહિ, આપણી અંદર છુપાયેલા અભિમાનના વિચારો છે…તેને આધીન થઈને આપણે નાની નાની વાતમાં સંબંધ બગાડીએ છીએ ..ગુસ્સે થઈએ છીએ …અભિમાનમાં જાતને મોટી ગણી નાનાનું અપમાન કરીએ છીએ… વધુ ને વધુ અક્કડ બનીએ છીએ અને આ બધું જ તમને બધાના અપ્રિય બનાવે છે.’ નકુલ કહે છે, ‘ભાતાશ્રી, હું ચોક્કસ મારું અભિમાન છોડીશ અને બધાનો પ્રિય બનીશ.’

યુધિષ્ઠિર હસ્યા અને બોલ્યા, ‘નકુલ બોલવું સહેલું છે કરવું બહુ અઘરું છે…આજથી જ જે સામે મળે તેનું અભિવાદન તું સામે જઈને કરજે … દાસ-દાસી નમન કરે તેમને તું સામે વંદન કરજે…દાન આપવા જાય તો માથું અને નજર ઝૂકેલી રાખજે …રોજ કોઈક દાસી કે અજાણી પનિહારી પાસે જઈ ઝૂકીને બે હાથનો ખોબો કરીને પાણી પી જે. કોઈ જોડે ઊંચા અવાજે વાત કરતો નહિ…થોડો વખત આ બધું જ રોજ કરજે પછી આપણે આગળ ચર્ચા કરીશું.’ યુધિષ્ઠિરે પોતાના ભાઈને બધાને પ્રિય થવાનો માર્ગ સમજાવ્યો.

એક દિવસ  યુધિષ્ઠિરને નાના ભાઈ નકુલે પૂછ્યું, ‘ભ્રાતાશ્રી જીવનમાં આપણે એવું તે શું કરવું જોઈએ જેનાથી આપણે બધાના પ્રિય થઇ જઈએ?’ યુધિષ્ઠિર બોલ્યા, ‘નકુલ, બધાના પ્રિય થવું બહુ અઘરું છે. તેના માટે કૈંક કરવા કરતાં કૈંક છોડવું વધુ મહત્ત્વનું છે.’ નકુલે તરત જ પૂછ્યું, ‘શું છોડવું પડે ભાતાશ્રી?’ યુધિષ્ઠિર બોલ્યા, ‘પ્રિય નકુલ, બધાના પ્રિય થવા માટે તારે માન છોડવું પડે.’ નકુલે પૂછ્યું, ‘પરંતુ ભાતાશ્રી, પોતાનું માન તો દરેક માટે મહત્ત્વનું હોય તે કઈ રીતે છોડી શકાય?’ યુધિષ્ઠિરે જવાબ આપ્યો, ‘નકુલ ,પોતાના માન કરતાં અન્યને માન આપવું જરૂરી છે અને હું અહીં માન એટલે સ્વમાન છોડવાનું નથી કહેતો, પણ સ્વમાનની આડમાં આપણે જે અભિમાન કરીએ છીએ.

નાની નાની વાતમાં આપણો અહંકાર વચ્ચે લાવી તેને મહત્ત્વ આપી સંબંધો બગાડીએ છીએ તે છોડવાની જરૂર છે.’ નકુલ બોલ્યો, ‘પણ ભાતાશ્રી, આ અહંકારને કઈ રીતે છોડવો?’ યુધિષ્ઠિર બોલ્યા, ‘પ્રિય નકુલ, અહંકારને છોડવા માટે નમતાં શીખવું પડશે..ઝૂકતાં શીખવું પડશે.અક્કડ છોડીને વળવું પડે …અન્ય વ્યક્તિની વાત અને વિચારને સમજવાની ઉદારતા કેળવવી પડે અને આ કરવું સહેલું છે પણ આપણી અંદર રહેલું અભિમાન આપણને તેમ કરવા દેતું નથી.સામેથી આવતા કોઈએ મને નમન ન કર્યા ..અભિવાદન ન કર્યું તો હું પણ નહિ કરું આ આપણા નહિ, આપણી અંદર છુપાયેલા અભિમાનના વિચારો છે…તેને આધીન થઈને આપણે નાની નાની વાતમાં સંબંધ બગાડીએ છીએ ..

ગુસ્સે થઈએ છીએ …અભિમાનમાં જાતને મોટી ગણી નાનાનું અપમાન કરીએ છીએ… વધુ ને વધુ અક્કડ બનીએ છીએ અને આ બધું જ તમને બધાના અપ્રિય બનાવે છે.’ નકુલ કહે છે, ‘ભાતાશ્રી, હું ચોક્કસ મારું અભિમાન છોડીશ અને બધાનો પ્રિય બનીશ.’ યુધિષ્ઠિર હસ્યા અને બોલ્યા, ‘નકુલ બોલવું સહેલું છે કરવું બહુ અઘરું છે…આજથી જ જે સામે મળે તેનું અભિવાદન તું સામે જઈને કરજે … દાસ-દાસી નમન કરે તેમને તું સામે વંદન કરજે…દાન આપવા જાય તો માથું અને નજર ઝૂકેલી રાખજે …રોજ કોઈક દાસી કે અજાણી પનિહારી પાસે જઈ ઝૂકીને બે હાથનો ખોબો કરીને પાણી પી જે. કોઈ જોડે ઊંચા અવાજે વાત કરતો નહિ…થોડો વખત આ બધું જ રોજ કરજે પછી આપણે આગળ ચર્ચા કરીશું.’ યુધિષ્ઠિરે પોતાના ભાઈને બધાને પ્રિય થવાનો માર્ગ સમજાવ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top