Charchapatra

આપણે બીજા ધર્મના લોકો વિશે શું વિચાર્યે છીએ?

હિન્દુઓનો પવિત્ર મહિનો અધિક અને શ્રાવણ, મુસલમાનોનો રમઝાન તો, જૈન લોકો પર્યુષણ રીતે અંબાણી પ્લાસ્ટીકની ઓછા માઇક્રોન વાલી બેગનું ઉત્પાદન કરી વેચે છે પણ સરકારનાં અધિકારી અંબાણીની ફેકટરીમાં ઘુસી પણ નથી શકતા. બજારમાં નાના વેપારીઓ જો એ પ્લાસ્ટિક વાપરે તો હેરાન કરી દંડ વસુલ કરે છે. એ જ રીતે પર્યુષણમાં પણ રોજનું લાખો ટન ‘બિફ’ની નિકાસ થાય છે પરંતુ પર્યુષણનાં દિવસો દરમિયાન બકરાનું મટન વેચવા પર ગુજરાતમાં પ્રતિબંધ મૂકી કસાઇ રોજી પર લાત મારવામાં આવે છે.! શુ પર્યુષણ દરમિયાન સરકાર બિફ નિકાસ કરી શકે ? મંદિરોમાં ચોરી થઇ શકે ? બે નંબરી ધંધા થઇ શકે ? ઠઠ્ઠા મશ્કરી થઇ શકે ? બળાત્કાર થઈ શકે ? દરેક હિન્દુ લારીઓ પર નોનવેજ વેચી શકે અને એ નોનવેજ ખાવા વાળા પણ શું હિન્દુ જ નથી હોતો? પોલીસો દારૂ, જુગાર અને ડ્રગ્સ વેચવા માટે હપ્તા લઇ શકે ? શું પર્યુષણમાં બજારમાં માત્ર ઓર્ગેનિક શાકભાજી મળે છે ? શું મુસલમાનો કહે છે અમારા રમઝાન માસ દરમિયાન હિન્દુઓ કોઇ પરેજી રાખે ?

શું બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ, હિન્દુ યુવા વાહીનીનાં સભ્યો પર્યુષણ દરમિયાન અપવાસ રાખે છે અને હિંસાથી દૂર રહે છે ? કયાં સુધી ભાજપ ધર્મનાં નામ પર ગુજરાત પર રાજ કરતું રહેશે ? સવાલ ભાજપ કરતા પણ મોટો જૈન સમાજને છે શું તમે મતલબી ભાજપની આ રાજરમતનો સ્વીકાર કરો છો ? શું કોઇની રોજીને લાત મારી તમે દેરાસરમાં દિલથી ભક્તિ કરી શકશો? જૈનો માત્ર ગુજરાતમાં જ નહીં પુરા ભારતમાં અને વિદેશમાં પણ છે ત્યાં શું કસાઇ ખાનું બંધ રહે છે ? પર્યુષણનાં છેલ્લે દિવસે દરેક સ્વજનો અને મિત્રોને ‘‘મિચ્છામિ દુક્કડમ’’ મતલબ કે ‘‘બોલ્યું ચાલ્યું માફ કરજો…’’ એમ કહેનારા આત્મમંથન કરે કે કોઇની રોજીને લાત મારી ને શું ‘‘મિચ્છામિ દુક્કડમ’’ શબ્દને તમે ન્યાય આપી શકશો?
સુરત     – કિરણ સુર્યાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

બેન્કોમાં એન્જીનિયરોની ભરતી શું યોગ્ય છે
આપણા દેશની એજયુકેશન સિસ્ટમ અનુસાર વિવિધ ક્ષેત્રો અનુસાર વર્ગીકૃત કેટલીયે જેમકે કોમર્સ, સાયન્સ, આર્ટસ અને એન્જીનિયરીંગ લાઇનો અને તે અનુસાર જ શિક્ષણ પ્રાપ્ત કરી સ્નાતકની પદવી લઇને યોગ્તા અનુસાર તેના સંબંધીત ક્ષેત્રમાં રોજગારી મેળવે છે. પરંતુ આજ સુધી એવુ કદી બન્યું નથી કે બેન્કમાન કલાર્કો માટે એન્જીનિયરોની પદવી ધરાવનારની નિમણૂક થઇ હોય પરંતુ દુર્ભાગ્યે એવુ બન્યું છે જે સંપૂર્ણપણે અયોગ્ય અને અસ્વીકાર્ય નીતિ છે. આવી ભરતીના વિપરીત પરિણામ સ્વરૂપ કોમર્સ ગ્રેજયુએટ થયેલો યોગ્ય ઉમેદવાર તેમના અધિકારના હોદ્દાની નોકરી અન્ય ક્ષેત્રના ઉમેદવારને આપીને તેમના હક્કની રોજગારી પર તરાપ મારવાનો પ્રયાસ છે. આ અંગે રાજય કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરીને નવા કાયદા લાવવા જરૂરી છે કે જે તે ક્ષેત્રના સ્થાનિકને તેના હક્કની નોકરી મળે.
સુરત              – સોનલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top