Charchapatra

મતદાન અને યુવાનો

દેશના સમગ્ર ઘડતરમાં યુવાનોનો ફાળો મહત્વનો છે. આજના યુવાનોએ આજનું અને આવતીકાલનું ભારત છે. તેથી દરેક ચૂંટણીમાં તેમની ભૂમિકા મહત્વની છે. આપણે સૌ જાણીએ જ છીએ કે ટૂંક સમયમાં ચૂંટણી થવાની છે. તેમાં યુવાનોનો ફાળો ખૂબ મહત્વનો છે. યુવાનો જો સારી કોલેજ, શ્રેષ્ઠ અભ્યાસ, સ્માર્ટ મોબાઇલ, ગાડી, મોટર, વફાદાર મિત્રોની પસંદગી કરી શકતા હોય તો ચૂંટણી વખતે સારા ઉમેદવાર કે પક્ષની પસંદગી કેમ ના કરી શકે? કરી જ શકે છે. યુવાનો સારી રીતે સમજે છે કે ભારતનો ચહેરો બદલવો હશે તો ચૂંટણીનો ચહેરો બદલવો પડશે. યુવાનો જ્ઞાતિ, જાતિના ભ્રમમાં નહીં ફસાય, સગાવાદમાં અંધ નહી બને અને ખોટી સંગતમાં ન પડે. લાલચથી દૂર રહી પૂરી ઇમાનદારીથી અને નિષ્ઠાથી પોતાનો કિંમતી મત યોગ્ય ઉમેદવારને આપવો, યુવાનોને આપણને ખબર છે કે એક ખોટો મત આવનારા ભવિષ્ય માટે કેવા જોખમકારક પરિણામો લાવતો હોય છે, તેથી યુવાનોએ તો ખાસ સમજીને જ મત આપવો. શ્રેષ્ઠ ઉમેદવારને પસંદ કરવામાં ગુજરાતના યુવાનો નિ:સ્વાર્થ રહે અને અવસર નહીં ચૂકે તેનો ખ્યાલ રાખવો.
અમરોલી          – આરતી જે. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top