Gujarat Election - 2022

બેચરાજીમાં ગ્રામજનોએ 7 કલાક સુધી કર્યો મતદાનનો બહિષ્કાર, અધિકારીઓ થયા દોડતાં

અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) માટે બીજા તબક્કાનું મતદાન (Voting) યોજાયું હતું. સવારથી અત્યાર સુધીમાં 53 ટકા મતદાન નોંધાયું છે. જેમાં સૌથી વધુ મતદાન સાબરકાંઠામાં 57 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે સૌથી ઓછું 44 ટકા મતદાન અમદાવાદમાં થયું છે. ત્યારે હવે મતદાનનો સમય પૂરો થવાને આરે છે. ત્યારે બેચરાજીમાં (Becharaji) પડતર માંગણીઓ પૂરી ન થતા ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર (Villagers boycotted voting) કર્યો હતો. સવારથી બપોરે ત્રણ વાગ્યા સુધી એક પણ ગ્રામજનોએ મતદાન કર્યું નહોતું. જો કે ત્રણ વાગ્યા બાદ સમજાવટ કરી ગ્રામજનોને મતદાન માટે મનાવી લીધા હતા.

વિધાનીસભાની ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે ત્યારે બેચરાજીના બરીયફ ગામએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હોવાનું સામે આવ્યું હતું, ગ્રામજનો પોતાની પડતર માંગણી પૂરી ન થતાં આ નિર્ણય કર્યો હતો. પાણીની સમસ્યાના કારણે ગ્રામજનોએ મતદાન કરવાનો બહિષ્કાર કર્યો હતો. સવારથી બપોરે ત્રણ વાગ્યા સુધી એક પણ મતદાન થતાં અધિકારીઓ દોડતા થઈ ગયા, તેમજ ગ્રામજનોને મતદાન માટે સમજાવ્યા હતા. સમજાવટ બાદ ગ્રામજનો ત્રણ વાગ્યા બાદ મતદાન કરવા માટે માન્ય હતા અને મતદાન શરૂ થયું હતું.

બીજી તરફ ઊંઝા વિધાનસભામાં આવતા કરલી ગામે બૂથ નજીક BJPના સ્ટિકરવાળી ઇનોવા ગાડી આવતાં આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારો-કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. જોકે બંદોબસ્તમાં હાજર પોલીસકર્મીઓએ આવીને મામલો શાંત પાડ્યો હતો. આ સાથે જ પાટણની ગમુડા મસ્જિદ પ્રાથમિક શાળામાં એજન્ટને દૂર કરવા બાબતે હોબાળો થયો હતો. તો કલોલમાં પણ સ્કૂલની બહાર પ્રાઇવેટ ટેબલ મતદારોના મોબાઈલ કલેક્ટ કરવામાં આવતાં હોવાનો આક્ષેપ કરી ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મતદારો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

મતદાન કરવા જતાં દાદી રેલિંગ પરથી નીચે પટકાયા
પાટણમાં મતદાન કરવા પહોંચેલા વૃદ્ધા રેલિંગ પરથી નીચે પટકાઈ ગયાં હતાં. જો કે ફરજ પર હાજર પોલીસકર્મીઓએ તેમને તરત ઉભા કરી દીધા હતા. પરંતુ વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળતા તાત્કાલિક 108ને કોલ કરવામાં આવ્યો હતા. ગંભીર ઈજા પહોંચ્યા બાદ પર વૃદ્ધા મતદાન કર્યું હતું.

વડાપ્રધાનના માતા હીરા બા મતદાન મથકે પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરા બા મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે પીએમ મોદીના ભાઈ પંકજભાઈ પણ હાજર રહ્યા હતા. ઘરે મતદાનની સુવિધા હોવા છતાં હીરા બાએ મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કર્યું હતું.

Most Popular

To Top