Sports

IPL 2023નાં મિની ઓક્શન પહેલા જ પહેલા આટલા ખેલાડીઓ થઈ જશે બહાર

નવી દિલ્હી: IPL 2023ની મિની ઓક્શન (Mini Auction) ની તૈયારીઓ હવે વધુ ઝડપી બની ગઈ છે. તમામ ટીમોએ તેમના રીલીઝ અને રિટન કરાયેલા ખેલાડીઓ (Players)ની યાદી જાહેર કરી છે. બીસીસીઆઈએ મીની હરાજીની તારીખ અને સ્થળની જાહેરાત કરી છે. આ વખતે મીની હરાજી 23 ડિસેમ્બરે કોચીમાં થશે. આટલું જ નહીં, BCCIએ હરાજી માટે નોંધણી કરાવનારા ખેલાડીઓની યાદી પણ જાહેર કરી છે. હવે ટીમો તે લિસ્ટ પર કામમાં વ્યસ્ત છે કે કયા ખેલાડીઓ પર તેમને દાવ લગાવવો છે અને કયા પર નહીં. આ દરમિયાન હાલમાં જ જે યાદી આવી છે તેમાં 991 ખેલાડીઓનો સમાવેશ થાય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ તમામ ખેલાડીઓના નામની હરાજી કરવામાં આવશે નહીં.

IPL 2022 મેગા ઓક્શન માટે 1214 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું 
IPL 2023માં રમવા માટે, આ વખતે વિશ્વભરમાંથી 991 ખેલાડીઓએ હરાજીમાં સામેલ થવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભારત ઉપરાંત આ લીસ્ટમાં જે દેશના સૌથી વધુ ખેલાડીઓ છે તે ઓસ્ટ્રેલિયા છે.. જો કે, જો તમને લાગે છે કે આ તમામ 991 ખેલાડીઓના નામની હરાજી થશે, તો એવું નથી. IPL 2022 માટે જ્યારે મેગા ઓક્શન યોજાવાની હતી ત્યારે કુલ 1214 ખેલાડીઓએ પોતાના નામ આપ્યા હતા. પરંતુ જ્યારે ફાઈનલ લિસ્ટ બહાર આવ્યું ત્યારે માત્ર 590 ખેલાડીઓની બોલી લાગી હતી. આ વખતે પણ આ 991 ખેલાડીઓને ટ્રિમ કરવામાં આવશે અને તે પછી ખેલાડીઓની સંખ્યા લગભગ અડધી થઈ શકે છે. 

IPL 2023ની મિની ઓક્શન માટે વધુમાં વધુ 89 ખેલાડીઓ વેચવામાં આવશે
ખાસ વાત એ છે કે આ વખતે ટીમો પાસે ખાલી જગ્યાઓ માત્ર 89 છે. એટલે કે, જો તમામ 10 ટીમો તેમની સંપૂર્ણ ટુકડીઓ ભરી દે તો પણ માત્ર 89 ખેલાડીઓ જ વેચી શકાશે. ટીમો તેમની ટીમમાં ઓછા ખેલાડીઓ રાખી શકે છે. એટલે કે, ટીમો સાથે ખૂબ ઓછી ખાલી જગ્યા છે અને ઘણા બધા ખેલાડીઓ છે. આવી સ્થિતિમાં, અડધા ખેલાડીઓ પહેલેથી જ ટ્રિમ થઈ જશે અને જેઓ આવશે, તેમાંથી મોટા ભાગના વેચાયા વગરના રહેશે. ટીમો પાસે ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ હશે. આ વખતે ભારતના 714 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને વિદેશના 279 ખેલાડીઓ છે. છટણી બાદ કેટલા ખેલાડીઓ રહે છે અને ટીમો કયા ખેલાડીઓ પર દાવ લગાવવા માંગે છે તે જોવાનું રહેશે.

Most Popular

To Top