World

VIDEO: પોલેન્ડમાં ભારતીય સાથે દુર્વ્યવહાર, તમે ગોરા લોકોનાં દેશમાં શા માટે આવો છો? 

પોલેન્ડ: સોશિયલ મીડિયા (Social Media) પર વધુ એક વીડિયો (Video) વાયરલ (Viral) થઈ રહ્યો છે. જેમાં ફરી એક અમેરિકન (American) વ્યક્તિએ ભારતીય (Indian) વ્યકતિ પર જાતિવાદી ટિપ્પણીઓ (Racism) કરી હતી. પોલેન્ડમાં (Poland) એક વ્યક્તિએ એક ભારતીય વ્યક્તિને સાથે દુર્વ્યવહાર કરીને હેરાન કર્યાનો એક વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. છેલ્લા અઠવાડિયામાં આવા ત્રણ કિસ્સા સામે આવ્યા છે, જેના વીડિયો પણ વાયરલ થયા છે. 

વીડિયોમાં જોઈ શકાય છે કે પોલેન્ડનો એક વ્યક્તિ ભારતીય વ્યક્તિને ‘પેરાસાઈટ ઈન્વેડર’ કહીને વારંવાર હેરાન કરી રહ્યો છે. ભારતીય નારાજ થઈને તેને વીડિયો ન બનાવવાનું કહીને તેને ટાળવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે જ સમયે, વીડિયો બનાવનાર વ્યક્તિ વારંવાર તેને યુરોપ છોડીને ભારત પાછા આવવા માટે કહી રહ્યો છે.

તમે લોકો તમારા દેશમાં પાછા કેમ જતા નથી?
વીડિયો બનાવરનાર પોતે અમેરિકન નાગરિક હોવાનો દાવો કરી રહ્યો છે અને તે એક ભારતીય વ્યક્તિને કહે છે કે તમે પરોપજીવી છો, અમારી જાતિનો નરસંહાર કરી રહ્યા છો. તમે લોકો તમારા દેશમાં પાછા કેમ જતા નથી? ત્યારે ભારતીય વ્યક્તિ તેનો વીડિયો ન બનાવવા માટે કહે છે. પરંતુ તે અમેરિકન વ્યક્તિ તેની પાછળ પડી જાય છે. અને તે વીડિયોથી બચવાનો પ્રયાસ કરે છે. જો કે આ વીડિયોમાં બે વ્યક્તિ વચ્ચે કઈ બાબત પર દલીલ શરૂ થઈ હતી તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. તેમજ આ મામલે કોઈ ફરિયાદ પણ નોંધાઈ નથી.

વધુમાં એમેરિકન નાગરિક કહે છે કે તમે પોલેન્ડમાં કેમ છો? આ પછી ભારતીય નાગરિક પૂછે છે કે તે તેનો વીડિયો કેમ બનાવી રહ્યો છે. અમેરિકન વ્યક્તિ કહે છે કે હું અમેરિકાથી આવું છું. તમે લોકો અહીં ખૂબ વધુ છો. તમે તમારા દેશમાં કેમ નથી જતા? શું તમને લાગે છે કે તમે અમારા પોલેન્ડ પર આક્રમણ કરી શકો છો?

સોશિયલ મીડિયા યુઝર્સે આ વ્યક્તિની ઓળખ જ્હોન મિનાદેવ જુનિયર તરીકે કરી છે, જે એક નિયો-નાઝી છે અને ગોઈમ ટીવી નામના નફરતના જૂથના વડા છે, જેણે આ વર્ષની શરૂઆતમાં કેલિફોર્નિયાના ખાડી વિસ્તારમાં મુસાફરોને ઉતારવા માટે એક ઝુંબેશ શરૂ કરી હતી. આ સાથે જ COVID-19 રોગચાળા માટે યહૂદીઓને દોષી ઠેરવ્યા અને તેના માટે ચર્ચામાં આવ્યો હતો.

રેડિટ પર આ વ્યક્તિના ગેરવર્તણૂકની આકરી ટીકા થઈ રહી છે. એક યુઝરે લખ્યું, “પોલેન્ડમાં એક વ્યક્તિ ભારતીયને આક્રમણખોર કહે છે, તમે મૂર્ખતાનું આ સ્તર વધારી શકતા નથી.” જે માણસને હેરાન કરવામાં આવી રહ્યો છે તે એક સંત જેવો છે, જે આ માણસની બકવાસનો જવાબ નથી આપી રહ્યો.”

Most Popular

To Top