Sports

પાકિસ્તાન સામેની મેચ પહેલાં વિરાટ કોહલીએ ખાસ માસ્ક પહેરીને તાલીમ લીધી, જાણો તેની ખાસિયત

દુબઈ: એશિયા કપ 2022ની (AsiaCup2022) પહેલી મેચ ગયા રવિવારે ભારત-પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ હાઈએસ્ટ 35 રન બનાવ્યા હતા. લાંબા સમય બાદ તેના બેટથી રન નીકળ્યા હતા. ત્યાર બાદ હોંગકોંગ સામેની મેચમાં વિરાટ કોહલીએ અર્ધસદી ફટકારી હતી. કોહલીનું ફોર્મ પરત આવતા તેના ચાહકો ઉત્સાહમાં છે. ત્યારે આવતીકાલે 4 સપ્ટેમ્બરને રવિવારે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી મહામુકાબલો થવાનો છે ત્યારે કોહલી પૂરજોશમાં તૈયારી કરી રહ્યો છે. વિરાટ કોહલીએ એક ખાસ માસ્ક પહેરી પ્રેક્ટિસ શરૂ કરી છે. આ માસ્ક એવું છે જે ખેલાડીની ક્ષમતા વધારે છે. ચાલો જાણીએ આ માસ્કની ખાસિયત..

2022માં ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેની બ્લોકબસ્ટર (BlockBuster) મેચ રવિવારે તા. 4 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં (Dubai) રમાવાની છે. સુપર-ફોરની આ મેચમાં કોહલી ધૂમ મચાવે તેવી આશા છે. કોઈપણ રીતે વિરાટ કોહલીનો (ViratKohli) પાકિસ્તાન વિરૂદ્ધ રેકોર્ડ ઘણો સારો રહ્યો છે. ODI ક્રિકેટમાં વિરાટ કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 183 રન છે, જે તેણે એશિયા કપમાં જ પાકિસ્તાન સામે બનાવ્યો હતો.

એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન ફરી એકવાર ટકરાવાના છે. બંને ટીમો વચ્ચેની આ બ્લોકબસ્ટર મેચ રવિવારે 4 સપ્ટેમ્બર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની છે. ભારતે ગ્રુપ સ્ટેજની મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આવી સ્થિતિમાં સ્વાભાવિક રીતે જ ભારતીય ટીમનો ઉત્સાહ ઘણો ઊંચો હશે. પાકિસ્તાન સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. પ્રેક્ટિસ વિરાટ કોહલી હાઈ-એલ્ટિટ્યુડ માસ્ક પહેરીને પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. આ એક એવી ટેકનિક છે જેનો ઉપયોગ ચુનંદા રમતવીરો તેમના શ્વાસના સ્નાયુઓને મજબૂત કરવા અને ફેંફસાની ક્ષમતા વધારવા માટે કરે છે.

પાકિસ્તાન સામેની મેચ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાના કારણે બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો હતો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક નિવેદન જારી કરીને આ જાણકારી આપી છે. જાડેજાએ પાકિસ્તાન સામેની ગ્રુપ મેચમાં બેટથી શાનદાર રમત બતાવતા 35 રનની ઇનિંગ રમી હતી. જાડેજાની જગ્યાએ અક્ષર પટેલનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

Most Popular

To Top