Madhya Gujarat

વેજલપુર ગામમાં ગંદકી અંગે કલેકટરને રજુઆત કરાઈ

       કાલોલ: કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં વર્ષો થી ગંદકી ના ઠેરઠેર ઢગલા જોવામા આવે છે વેજલપુર ગ્રામ પંચાયતમાં અને કાલોલ તાલુકા પંચાયતમાં લેખિત આપવા છતાંય ગ્રામ પંચાયતના તલાટી અને સરપંચ અને સભ્યો અને કાલોલ તાલુકા પંચાયતના કોઈપણ અધિકારીના પેટનુ પાણી નથી હલતુ.

વેજલપુર ગામમાંથી પસાર થતી રૂપારેલ નદી માંથી વર્ષો પેહલા વેજલપુર ગામના લોકો પાણી પીતા હતા પણ ચાર પાંચ વર્ષથી ગંદકીના લીધે રૂપારેલ નદીમાંથી પસાર થવાનું મુશ્કેલ બની ગયું છે. વધુમાં નજીકમા ઉર્દુ શાળા આવેલ હોઈ અસંખ્ય બાળકો અહી અભ્યાસ કરતા હોય તેમના સ્વાસ્થ્યની પણ કોઈને ચિંતા નથી.

કોરોનાની મહામારી માં વેજલપુરના વિસ્તારમાં અને નદીના પટ પર અસહ્ય ગંદકી ના લીધે રોગચાળો ફાટી નીકળવાની દેહશત અને આ ગંદકી ના લીધે મચ્છરોના ત્રાસથી રોગચાળો ફાટી નીકળવા ની દહેશત વચ્ચે ખતરનાક દુર્ગંધ આવવા થી રહીશો માં આક્રોશ જોવા મળે છે.  વેજલપુર ગ્રામ પંચાયત ના કોઈ પણ સભ્યો ને આ બાબતે કઈ પડેલી નથી કેમ કે તેમનું ત્યા રહેઠાણ નથી  રૂપારેલ નદી નો કચરો સાફ કરવા ના નામે લાખો રૂપિયાના ની ગ્રાન્ટ વાપરી નાખવાનો આક્ષેપ કર્યો છે.

વધુમા આક્ષેપ કરી જણાવેલ છે કે વેજલપુર ગ્રામ પંચાયત મા ગ્રાન્ટ આવે તો તલાટી ને ફોન કરી ને પુછવામાં આવે છે કે કેટલી ગ્રાન્ટ આવી છે તેથી ગ્રામ પંચાયત ના સભ્યો ને પૈસા મા જ રસ છે વિકાસ ના કામ માં નહી તેવુ જણાઈ આવે છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top