Dakshin Gujarat

વાપીમાં ‘હોર્ન કેમ વગાડ્યો’ કહીને કારમાં સવારોએ બાઇક ચાલકને માર માર્યો

વાપી : વાપીમાં (Vapi) મોહિત પાર્ક સોસાયટીના ગેટની સામે કારને જોઈ હોર્ન વગાડતા બાઈક ઉપર આવેલા જીતુભાઈ પાટીલ ઉપર (Car) કારમાંથી બે જણાએ આવીને હુમલો કર્યો હતો. હોર્ન કેમ વગાડ્યો તેવું કહીને બંને જણાએ ગાળો આપીને માર મારતા જીતુભાઈને હાથમાં ફેક્ચર થયું હતું. જ્યારે માથાના ભાગમાં પણ ઈજા થઈ હતી. જીતુભાઈ પાટીલ એક હિંદી ચેનલ સાથે જોડાયેલા છે. તેમના પર હુમલો થતા પત્રકારોએ વાપી ટાઉન પોલીસ (Police) મથકના પીઆઈને રજૂઆત કરી હતી.

તેમને બચાવીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા
તેમજ હુમલો કરનારા સામે કડક પગલા લેવા માગ કરી હતી. વાપી ટાઉન પોલીસે બે આરોપી સાહિલ મેહરબાન ઘાસવાલા તથા શિવકુમાર બશવરાજ બિરાજગરને પકડી પાડ્યા હતા. જ્યારે જીતુભાઈ ઉપર આ બંને આરોપીએ હુમલો કર્યો ત્યારે સોસાયટીના લોકો તેમજ વોચમેન આવી જતા તેમને બચાવીને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. હાલ હરિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

કોસમાડા પાસે કાર સાથે અકસ્માતમાં બાઈક સવાર બે સંતાનના પિતાનું મોત
કામરેજ : કોસમાડા ગામની હદમાં કાર સાથે અકસ્માતમાં મોટર સાયકલ સવાર બે સંતાનના પિતાનું મોત નીપજ્યું હતું. મૂળ ગીર સોમનાથ જિલ્લાના ઝૂડવડલી ગામના વતની અને વરાછા-એલએચ રોડ પર આવેલી ભગીરથ સોસાયટીમાં વિભાગ 1માં રહેતા રત્નકલાકાર નાનજી ઉકાભાઈ મકવાણા હીરો સ્પેલડર નંબર જીજે 05 એસઝેડ 3865 લઈને કોઈ કામ અર્થે નીકળ્યા હતા. તેઓ કોસમાડા ગામની હદમાં યુરો સ્કૂલ પાસેથી પસાર થતાં હતા ત્યારે મારુતિ શીયાઝ કાર નંબર જીજે 05 જેકયુ 6471 સાથે અકસ્માત થતાં નાનજીનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. જે અંગે મરનારના મોટા ભાઈએ કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. વધુમાં મરનાર યુવાનના બે સંતાન જાનવી અને ઉત્સવએ પિતા છત્ર ગુમાવી હતી.

Most Popular

To Top