Gujarat

વલસાડ – સુરત અને જામનગરમાં વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટર જીએસટીની વરૂણીમાં

ગાંધીનગર : બોગસ બિલિંગ (Billing) થકી ખોટી રીતે વેરા શાખ ભોગવી લેનાર વેપારીઓ સામે સ્ટેટ જીએસટી (SGST) તંત્ર દ્વ્રારા દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં વલસાડ, સુરત તથા જામનગરના 13 જેટલા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર (Transporter) સામે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. રાજયમાં અત્યાર સુધીમાં 92 જેટલા બોગસ બિલિંગ કૌભાંડમા સંડોવાયેલા વેપારી તથા એજન્ટોની ધરપકડ કરી લેવાઈ છે. ખોટી રીતે વેરા શાખ ભોગવી લેનાર વેપારીઓ તથા ટ્રાન્સપોર્ટ સામે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છ, તેમાં સુરતની રાધા રમણ મેટલ પ્રા.લિ., વલડા સરીગામની એ.કે મેટલ્સ પ્રોડકટ , ઉમરગામ વલસાડના આરએચજે ટયુબ્સ પ્રા.લિનો સમાવેશ થાય છે. જયારે અન્ય વેપારીઓ જામનગરના છે.

આઇએએસ કે. રાજેશ સામે સ્પેશિયલ કોર્ટમાં સીબીઆઇની ચાર્જશીટ
ગાંધીનગર : 2011ની બેચના ગુજરાત કેડરના આઈએએસ તેમજ સુરેન્દ્રનગરના તત્કાલિન કલેકટર કે. રાજેશ તથા તેમના સુરતના સાગરિત રફિક મેમણ સામે આજે સીબીઆઈએ અમદાવાદમાં સ્પેશિયલ કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી દીધી છે.
કે. રાજેશ જયારે સુરેન્દ્રનગરના કલેકટર હતા તે વખતે હથિયારોના લાયસન્સ, જમીનની ફાળવણી તથા સરકાર જમીન પરનું દબાણ નિયમિત કરવાના કામોમાં મોટા પાયે લાંચ લીધી હોવાનો તેમના ઉપર આક્ષેપ છે. આ લાંચની રકમ સુરતમાં તેમના સાગરિત રફિક મેમણના (જીન્સ કોર્નર) એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતી હતી.

સીબીઆઈએ તેની ચાર્જશીટમાં જણાવ્યું છે કે રફિક મેમણના બેન્ક એકાઉન્ટમાં થી એક 98,000ની એન્ટ્રી મળી છે, તેના સંદર્ભમા સર શબ્દ લખવામાં આવ્યો હતો. આ સર એ બીજુ કોઈ નહીં તે કે. રાજેશ જ હતા. લાંચની રકમ રફિક મેમણના એકાઉન્ટમાં આવતી હતી. રફિક તેનો ડિજિટલ હિસાબ રાખવામાં રાખતો હતો. આ પુરાવાઓ સાથે પણ રફિકે ચેડા કર્યા હતા. રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચીવે કરેલી ફરિયાદના આધારે સીબીઆઇએ પ્રાથમિક તપાસ કરી હતી. તે પછી સીબીઆઈએ ગાંધીનગર, સુરત તથા આંધ્રપ્રદેશના રાજમુંદ્રી ખાતે પણ દરોડાની કાર્યવાહી હાથ ધરીને વાંધાજનક દસ્તાવેજો પણ જપ્ત કર્યા હતા.

સીબીઆઈની તપાસમાં એવી પણ હકીકત બહાર આવી હતી કે, કે. રાજેશ દ્વારા 271 જેટલા હથિયારના પરવાના આપવામાં આવ્યા હતા. જે પૈકી 39 કિસ્સાઓમાં જિલ્લા પોલીસ વડા દ્વારા અરજદારને હથિયારનું લાયસન્સ નહીં આપવા નેગેટિવ ભલામણ કરાઈ હતી, તેમ છતાં લાયસન્સ ઈશ્યુ કરાયાં હતાં. આ ઉપરાંત સુરતના પોશ એરિયામાં કે. રાજેશ દ્વારા બે દુકાનો પણ ખરીદવામાં આવી હતી. જેની કિમત 47 લાખ બતાવાઈ હતી. જે ખરેખર તેની કિંમત કરતાં ઓછી બતાવાઈ હતી. સુરતના રફિક મેમણે ચાર જેટલા ઇન્વોઇસ પણ બનાવ્યા હતાં. જે બનાવટી નીકળ્યા હતાં. આ ચાર ઈન્વોઈસમાં પણ મોટી રકમ સાથે સંકળાયેલા હતાં.

Most Popular

To Top