Dakshin Gujarat

હવે તસ્કરો પોલીસના ઘરે પણ બિન્દાસ ચોરી કરતા થઇ ગયા, વલસાડની ઘટના

વલસાડ: (Valsad) વલસાડ ખાતે આરપીએફમાં ફરજ બજાવતા પોલીસ (Police) કોસ્ટેબલ પરિવારો સાથે વેકેશન માણવા માટે મહારાષ્ટ્ર ગયા હતા. જેનો લાભ લઈ તસ્કરોએ બંધ ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના ઘરેણાં રૂ.99,774 ની ચોરી (Theft) કરી ફરાર થઈ ગયા હતા. જે અંગેની ફરિયાદ નોંધાઈ છે.

  • સામાન્ય માણસની વાત છોડો, તસ્કરો પોલીસના ઘરે ચોરી કરતા થઇ ગયા
  • વલસાડ આરપીએફના પોલીસ કોસ્ટેબલ પરિવાર સાથે મહારાષ્ટ્ર ગયા અને તસ્કરોએ લાભ લીધો

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ યાર્ડ આરપીએફ ટ્રેનિંગ સેન્ટર ઘર નં.348/એમાં રહેતા સંદીપ ગોવિંદ ગોલે વલસાડ રેલવે આરપીએફમાં હેડ કોસ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગત તા.3-5-23 ના રોજ પરિવાર સાથે તેઓ પોતાના ગામ મહારાષ્ટ્ર વેકેશન માણવા માટે ગયા હતા. ત્યારે તસ્કરોએ બંધ ઘરનું તાળું તોડીને ઘરમાં પ્રવેશ કરી કબાટમાંથી સોનાનું મંગલસૂત્ર, સોનાનો હાર, સોનાની ચેન, કાનની લટકાની બુટ્ટી, કાનમાં પહેરવાની રિંગ, પગમાં પહેરવાના ચાંદીના પાયલ મળીને કુલ રૂ.99,774 નો મુદ્દામાલ તસ્કરો ચોરી કરી ગયા હતા. ગતરોજ સંદીપભાઈ પોતાના ઘરે આવતા ઘરનું તાળું તૂટેલી હાલતમાં હોય ઘરમાં પ્રવેશ કરતા ઘરનો સામાન વેર વિખર હાલતમાં જોવા મળ્યો હતો. ચોરી થઈ હોવાની જાણ થતાં તેણે ફરિયાદ વલસાડ રેલવે પોલીસ મથકે નોંધાવી હતી.

કિશનાડ ગામે ખેતરમાંથી ટ્રેલર સહિત રૂ.૧.૨૧ લાખનાં ખેતીનાં સાધનોની ચોરી
ભરૂચ: ભરૂચના કિશનાડ ગામે મુસ્લિમ ખેડૂતના ખેતરમાંથી રૂ.૧.૨૧ લાખના ટ્રેલર અને અન્ય ખેતી ઓજારો સત્તર દિવસ પહેલાં તસ્કરો ચોરી કરી ગયા હતા. ભરૂચના નબીપુર ડેન્સા પાસે રહેતા ૮૨ વર્ષીય ખેડૂત ઝાકીરભાઈ ગુલામભાઈ પટેલ તેમની માલિકી ખેતી કિશનાડ ખાતે કરે છે. તેમના બે દીકરા આફ્રિકામાં રહે છે અને એક દીકરી અભ્યાસ કરે છે. તેઓ કિશનાડ ખાતે શેરડી સહિતના પાક બનાવીને ખેતીના ઓજારો પણ ખેતરમાં રાખે છે.

તા.૨-૫-૨૦૨૩ના રોજ સાંજે ખેતરે જોવા માટે જતા ઓરડી પાસે આવીને જોતાં તેમનું ટ્રેલર નં.(GJ-૧૬ Y-૮૦૨૩) કિંમત રૂ.૫૦ હજાર, લોખંડનો હમાર કિંમત રૂ.૧૦ હજાર, લોખંડનું કલ્ટીવેટર કિંમત રૂ.૧૦ હજાર, મોટર કેબલ રૂ.૧૮,૭૫૦, લોખંડનો વ્યાસ નંગ એક રૂ.૩૮૦૦, જૂની કલ્ટીવેટરના ફેણા નંગ-૯ કિંમત રૂ.૨૮૮૦, લોખંડની દાંતી નંગ-૬ રૂ.૧૨૦૦, ૭ લોખંડના ચપલા રૂ.૨૧૦૦, લોખંડના પતરાંની જોડ રૂ.૪૦૦૦, કલ્ટીના રાઉન્ડ પરતા જોડ રૂ.૨૭૦૦, ૪ નંગ લોખંડની કરબ રૂ.૪૪૦૦, ૨ નંગ મગ માટે પાસ રૂ.૧૮૦૦, જમીન ખેડવા માટે ૨ નાગ પાસ રૂ.૨૭૫૦, ૩ નાન કરબ રૂ.૩૮૫૦ અને ૧ નંગ એગ્રીકલ્ચર બોક્સ પાનાંની પેટી રૂ.૩૫૦૦ મળી કુલ રૂ.૧,૨૧,૭૩૦ની ચોરી થઇ ગઈ હતી. જેની શોધખોળ કરવા છતાં ન મળતાં પાલેજ પોલીસમાં ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top