Dakshin Gujarat

પારડી હાઈવે પર બે બાઈક સામસામે અથડાતા સુરતના યુવકનું મોત

પારડી: (Vyara) પારડી શ્રીનાથ હોટલ (Hotel) સામે નેશનલ હાઇવે (Highway) નં.48 વલસાડથી વાપી જતાં ટ્રેક ઉપર રોંગ સાઈડ આવતા એક બાઈક (Bike) ચાલકે સામેથી આવતી બાઇકને અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરતના બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે વલસાડના બે મિત્ર ઈજાગ્રસ્ત થયા હતા.

  • પારડી હાઈવે પર બે બાઈક સામસામે અથડાતા સુરતના યુવકનું મોત
  • વલસાડના મિત્ર પરેશને પગે ફેક્ચર અને પ્રજ્ઞેશને બંને હાથમાં ઈજા પહોંચી
  • રોંગ સાઈડ આવતા એક બાઈક ચાલકે સામેથી આવતી બાઇકને અથડાવી દેતા અકસ્માત સર્જાયો

ગત તા. 6 મે ના રોજ સાંજે પ્રજ્ઞેશ સતિષ પટેલ અને પરેશ શૈલેષ નાયકા (બંને રહે. બગવાડા પારડી) બાઇક લઈને વલસાડથી ઘરે પરત ફરતા હતા. તે દરમિયાન પારડી શ્રીનાથ હોટલ સામે રોંગ સાઈડથી આવતા એક બાઇક ચાલક નરેશ છગન ઘેલાણી (રહે. સુરત-વરાછા)એ પૂરઝડપે હંકારી લાવી બે મિત્રની બાઈકને અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. બંને મિત્ર અને નરેશ નીચે પટકાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ પારડી મોહન દયાળ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

જ્યાંથી સુરતના નરેશ ઘેલાણીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અકસ્માતમાં પરેશ નાયકાને પગમાં ફેક્ચર તેના મિત્ર પ્રજ્ઞેશ પટેલને બંને હાથમાં ઇજા પહોંચી હતી. રોંગસાઈડથી આવતા નરેશ ઘેલાણીને વધુ સારવાર અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન ગતરોજ રાત્રે મોત નીપજ્યું હતું. ઘટના અંગે પારડી પોલીસ મથકે પરેશ નાયકાએ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

પારડીના ઉમરસાડી માછીવાડના આધેડ ગુમ થયા
પારડી : પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ મોરી સ્ટ્રીટ ખાતે રહેતા બાબુ છનિયા ટંડેલ (ઉંવ. 62) ગુમ થતા પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત 14 મે ના રોજ બાબુભાઈ ઘરેથી કોઈને કંઈપણ કહ્યા વિના નીકળી ગયા હતા. જેની પરિવારે આસપાસ શોધખોળ કરી હતી. પરંતુ તેઓ આજદિન સુધી મળી નહીં આવતા પારડી પોલીસ મથકે તેમની પુત્રી ખુશ્બુ બાબુભાઈ ટંડેલે ફરિયાદ નોંધાવી હતી. ગુમ થનાર બાબુભાઈએ મરૂન કલરનો શર્ટ અને કાળા કલરનો પેન્ટ પહેર્યો છે. જે કોઈને આ વ્યક્તિની ભાળ મળે તો પોલીસ મથકે સંપર્ક કરવા જણાવાયું છે.

Most Popular

To Top