Dakshin Gujarat

વલસાડ: આડા સંબંધના વહેમમાં પડોશીએ જ પડોશી યુવકની છાતીમાં ચપ્પુના ઘા ઝીંકી દીધા

વલસાડ: (Valsad) વલસાડના નવેરા ગામે આડા સંબંધના વહેમમાં પડોશીએ જ પડોશી યુવક પર હુમલો કરી ચપ્પુ (Knife) વડે છાતીમાં ઘા ઝીંકવાની ઘટના બની હતી. ઘાયલ યુવાન લોહીલુહાણ થઇ જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવો પડ્યો હતો અને મામલો પોલીસ મથકે (Police Station) પહોંચ્યો હતો.

  • વલસાડના નવેરા ગામે આડા સંબંધના વહેમમાં યુવક પર પડોશીનો ચપ્પુથી હુમલો
  • પાછલા દરવાજે ઘરમાં ઘૂસી યુવકની છાતીમાં ચપ્પુ હુલાવી ફરાર થઈ ગયો

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ નવેરાના નિશાળ ફળિયામાં રહેતા જીગર કમલેશ પટેલ અને નિકુંજ રાજેશ પટેલ વચ્ચે નિકુંજના આડા સંબંધના કારણે ઝગડો થયો હતો. જેમાં નિકુંજે જીગર સાથે ઝગડો કરી તેના ઘરે જઇ ટીવી તોડી નાખ્યું હતું અને તેની સાથે ઝગડો કર્યો હતો. આ અંગે જીગરે ગામના સરપંચને પણ જણાવ્યું હતું. ત્યારબાદ ડેપ્યુટી સરપંચ સાથે નિકુંજે વાત કરી પોતાના ટીવીની ભરપાઇ કરવાની માંગ કરી હતી.

જેની વાત થયા બાદ ગુસ્સે ભરાયેલો નિકુંજ ચપ્પુ લઇ જીગરના ઘરમાં પાછલા દરવાજેથી ઘુસ્યો અને તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આ ચપ્પુ જીગરની છાતીમાં થોડું લાગી જતાં તે લોહીલુહાણ થઇ ગયો હતો. તેણે બૂમરાણ મચાવતા નિકુંજ ભાગી ગયો હતો. બીજી તરફ ઘાયલ જીગરને હોસ્પિટલમાં લઇ જવો પડ્યો હતો. જ્યાંથી તેણે નિકુંજ વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે નિકુંજ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top