Dakshin Gujarat

વલસાડમાં એસટી બસ પેટ્રોલ પંપ પર ઉભેલી કાર અને બે મહિલાને અડફેટે લઈ દીવાલમાં ઘૂસી

વલસાડ: (Valsad) વલસાડની એસટી બસના (S T Bus) અકસ્માતો અટકવાનું નામ લેતા નથી. બે દિવસ અગાઉ વલસાડ એસપી ઓફિસ પાસે એક બસની બ્રેક ફેલ થતા અકસ્માત થયો હતો. ત્યારબાદ શનિવારે એસટી બસનો વધુ એક અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં ગાંડીતુર બનેલી એસટી બસ રોલા ગામના પેટ્રોલ પમ્પ પર ધસી ગઈ અને એક કારને (Car) અડફેટે લઈ ત્યાંની એક દીવાલ (Wall) તોડી બે મહિલાને પણ ઘાયલ કરી હતી.

  • વલસાડના રોલા ગામે બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો
  • ગાંડીતુર બનેલી એસટી બસ રોલા ગામના પેટ્રોલ પમ્પ પર ધસી ગઈ

ગતરોજ સાંજે રોલા ગામના પેટ્રોલ અને સીએનજી પમ્પ પર સીએનજી ભરાવા ઉભી રહેલી ઇકો કારને અચાનક એક એસટી બસે ટક્કર મારી હતી. આટલેથી બસ અટકી ન હતી. સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી તેના ચાલક જગદીશ ગોવિંદ રાઠોડ (રહે. ઓલપાડ એસટી ડેપો સામે, સુરત)એ પમ્પના કમ્પાઉન્ડની પાળી પર બેસેલી માલતીબેન નાયકા, વનીતાબેન નાયકા અને શીતલબેન રાઠોડને પણ ટક્કર મારી દીવાલ તોડી નાખી હતી. આ ઘટનામાં કારને નુકસાન થયું હતું અને માલતીબેનને પગમાં ફ્રેક્ચર થયું હતું. આ બનાવ સંદર્ભે કારના ચાલક યશ ધીમંત મસરણીએ ડુંગરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

બારીપાડા ગામ નજીક મહારાષ્ટ્રીયન યુવકોની કાર લોખંડની ડિવાઈડર પર ચઢીને પલ્ટી ગઈ
સાપુતારા : મહારાષ્ટ્રનાં સુરગાણા તરફથી નવાપુર તરફ જઈ રહેલા મરાઠી યુવાનોની કાર નં. એમ.એચ.15. એચ. જી. 6718 બારીપાડાથી સુરગાણાને જોડતા રાજ્યધોરી માર્ગનાં બારીપાડા ગામ નજીક ચાલકે અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કાર ડિવાઈડર પર ચઢી ગઈ હતી. કાર પલટી જતાં કારમાં સવાર મરાઠી યુવાનોને નાની મોટી ઈજા પહોંચતાં તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સી ખાતે લઈ જવાયા હતા. આ અકસ્માતમાં કારને જંગી નુકસાન થયું હતું.

માલેગામ ઘાટમાર્ગમાં લીંબુનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો પલ્ટી ગયો
સાપુતારા: કર્ણાટક તરફથી લીંબુનો જથ્થો ભરી આણંદ તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો. નં. કે.એ. 28. એ.એ. 2558 સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં વળાંકમાંથી પસાર થતો હતો ત્યારે ચાલકે અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટેમ્પો માર્ગની સાઈડનાં સંરક્ષણ દીવાલ સાથે ભટકાઈને પલ્ટી ગયો હતો. અકસ્માતમાં લીંબુનો જથ્થો ચગદાઈ જતાં માલિકને જંગી નુકસાન થયું હતું. આ બનાવમાં ચાલક સહિત ક્લીનરને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

Most Popular

To Top