National

અંડરવર્લ્ડના શાર્પશૂટરે સુરતના બિલ્ડરને ધમકી આપી, ‘જહાં પે બોલતે હૈ વહાં સાઈન કર દે, વરના તેરે કો ઠોક દેંગે’

સુરત : સલાબતપુરા (Salabatpura) પોલીસ સ્ટેશનમાં અંડરવર્લ્ડના શાર્પ શૂટર (Sharp Shooter) સામે પોલીસ ફરિયાદ (Police Complain) દાખલ કરવામાં આવી છે. આ શાર્પશૂટરે સુરતમાં આવેલા વેલેન્સીયા પ્રોજેક્ટના બિલ્ડરને (Builder ) ધમકી (Threaten) આપી છે. શાર્પશૂટરે બિલ્ડરને ફોન કરી ધમકાવતા કહ્યું હતું કે, ‘તેરે પાર્ટનર કે ખિલાફ ગયા ઔર પોલીસ કેસ કિયા હૈ વો વાપસ નહીં લિયા તો તેરે કો હમ થોક દેંગે. અભી મેરે આદમી તેરે પીછે લગે હૈ.’ મુંબઇ (Mumbai) અને સુરતમાં (Surat) સાથે કામ કરનારા બિલ્ડરોની લડાઇ અંડરવર્લ્ડ (Underworld) સુધી પહોંચતા ચકચાર મચી ગઈ છે. ભાગીદારો સામે પોલીસ ફરિયાદ બાદ શાર્પશૂટરે ઉડાડી દેવાની ધમકી આપતાં આ મામલો સલાબતપુરા પોલીસ ચોપડે દાખલ થયો છે.

  • સુરેશ પૂજારીએ વેલેન્સીયા પ્રોજેક્ટ મામલે ભાગીદારો સામે પોલીસ કેસ નહીં હટાવ્યા તો ગોળીએ દેવાની ધમકી આપી
  • કીર્તિ જૈન નામના બિલ્ડરે તેના ભાગીદારો સામે સુરત અને મુંબઈમાં ચીટિંગની ફરિયાદ નોંધાવી છે
  • સલાબતપુરા પોલીસમાં કીર્તિ જૈન દ્વારા સુરેશ પૂજારી નામના અજાણ્યા શાર્પ શૂટર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ

આ કેસની હકીકત એવી છે કે, સુરતમાં વેલેન્સીયા પ્રોજેક્ટનું નિર્માણ કરી રહેલાં બિલ્ડર કીર્તિકુમાર ફૂટરમેલ જૈન (ઉં.વ.50) (રહે.,વાપી જીઆઇડીસી પાસે)એ પોલીસ ચોપડે ફરિયાદ આપી છે. ફરિયાદમાં કિર્તીકુમારે આક્ષેપ કર્યો છે કે તેઓએ ઉમરા પોલીસમાં ગત તા.5 નવેમ્બરના રોજ તેના પાર્ટનરો સામે ચીટિંગની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ ફરિયાદ (1) કુમારેશ કિશોર અગરબત્તીવાલા, (2) કિશોર અમૃતલાલ અગરબત્તીવાલા, (3) દેવયાની પ્રકાશચંદ્ર અગરબત્તીવાલા, (4) મુકેશ પૂનમચંદ અગરબત્તીવાલા, (5) ચેતન પી. રૂપાવાળા, (6) અમર અરવિંદભાઇ રાવળ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. આ ઉપરાંત આ ભાગીદારો સામે મુંબઇમાં પણ ચીટિંગની પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. આ ફરિયાદ બાદ વેલેન્સીયા પ્રોજેક્ટમાં છેતરપિંડી નહીં થાય એ માટે દસ્તાવેજ કચેરીએ જઇ રહેલા બિલ્ડર કીર્તિએ તેને અંડરવર્લ્ડની ધમકી મળી હોવાની વિગતો પોલીસ ચોપડે નોંધાવી હતી.

વેલેન્સીયા પ્રોજેક્ટમાં દસ્તાવેજમાં ફ્રોડ સહી સામે બિલ્ડર વાંધો ઉઠાવવા જતા હતા ત્યારે રસ્તા પરથી વળી જવા માટે ધમકી મળી

સુરતમાં આવેલા વેલેન્સીયા પ્રોજેક્ટમાં ફરિયાદી કીર્તિકુમાર જૈનને શંકા હતી કે, તેમના પાર્ટનર તેમની ફ્રોડ સહી દસ્તાવેજ પર કરવાના છે. આથી તેઓ દસ્તાવેજ કચેરી ખાતે જઇ રહ્યા હતા. એ દરમિયાન તેમને સુરેશ પૂજારીનો ફોન આવ્યો હતો. તેમાં તેમને ધમકી આપવામાં આવી હતી. કુમારેશ અને પ્રકાશ અગરબત્તી જહા પે બોલતે હૈ વહા સાઇન કર દે. ઔર ચૂપચાપ નીકલ જા, ઇસી મે તેરી ભલાઇ હૈ, તેરે ભાગીદારો કે સામને જો પુલીસ કેસ કિયા હૈ વો વાપસ લે લે.

Most Popular

To Top