Vadodara

સ્માર્ટ સિટી રેન્કિંગમાં વડોદરા 20 ક્રમે ધકેલાયું

વડોદરા: દેશના સ્માર્ટ સિટી બનાવવાના ધ્યાન સાથે નેશનલ સ્માર્ટ સિટી મિશન આગળ વધી રહ્યું છે 100 સ્માર્ટ સિટીમાં 52 હજાર કરોડનો રોકાણ. શહેરી વિકાસ વિભાગના સુપરવિઝન હેઠળ ગુજરાતના છ શહેરોને પણ પસંદગી થઇ છે આ મિશન હેઠળ 6 લાખ 90 હજાર કરોડનું ફોલ્ડર જાહેર કરાયું છે. સ્માર્ટ સિટી રેન્કિંગમાં અમદાવાદ સુરત નંબર 1 પર અમદાવાદ ચોથા નંબરે અને વડોદરા 20 નંબર આવતા ફરી સ્માર્ટ સીટી માં વડોદરા નાપાસ. વડોદરા બે પગથિયાં ચડી શક્યો નહીં વડોદરા માટે શરમજનક છે.

વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની 2017માં રજીસ્ટ્રેશન થઈ હતી 4 વર્ષ ની અંદર વડોદરાને લોકાર્પણ હોય અને ઉપયોગી હોય એવા એક પણ પ્રોજેક્ટ નથી. વડોદરાની 100 સ્માર્ટ સિટીમાં પસંદગી થઇ છે પરંતુ વડોદરાના અધિકારીઓ તથા નેતાઓની જુગલબંધી ના કારણે વડોદરાનું ફરી નાક કપાયું છે વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ કંપની ના સ્માર્ટ અધિકારીઓ વડોદરા ક્યારે સર્વોચ્ચ પદે બેસાડી શકતા નથી.

સ્માર્ટ સીટી ના પ્રોજેકટ ફક્ત કાગળ ના ઘોડા દોડાવતા રહે છે એસી ચેમ્બરો માંથી વહીવટ કરતા રહે છે જુના ચાલુ પ્રોજેક્ટ ની આગળ સ્માર્ટ શબ્દ લગાવીને લોકોને ઊંધા ચશ્મા પહેરાવી રહ્યા છે.સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ, સ્માર્ટ ડ્રેનેજ, સ્માર્ટ ટ્રાન્સપોર્ટ,સ્માર્ટ વોટર મીટર, સ્માર્ટ વોટર મીટર ,બાયસીકલ સેરીગ પ્રોજેકટ, સ્માર્ટ રોડ, સ્માર્ટ વોટર પમ્પીંગ સ્ટેશન,સ્માર્ટ ડ્રેનેજ સિસ્ટમ,સ્માર્ટ ઓડિટ પ્રોજેક્ટ જેવા નામો આપી મોટી મોટી જાહેરાતો આપી વડોદરા નાગરિકોને માત્ર મુંગેરીલાલ ના સપના  દેખાડવામાં આવે છે. આ વખતના રેન્કિંગમાં પણ ટોપટેનમાં વડોદરાને સ્થાન મેળવી શક્યું નથી સુરત પ્રથમ ક્રમાંકે અમદાવાદ ચોથા ક્રમાંકે અને વડોદરા 20માં નંબર આયુ છે.

વડોદરાની નેતાગીરી નબળી છે વડોદરાને જ દૂર દ્રષ્ટિ જેવા નેતાઓ મળ્યા નથી માત્ર ટિફિન સેવા બ્લડ કેમ્પનું આયોજન અસ્થિવિસર્જન રસીકરણ ભંડારા નેતાઓની જન્મદિવસની ઉજવણી કરવામાં સોશિયલ મીડિયા ઉપર પોતાની વાહવાહી કરવામાં વ્યસ્ત છે. છેલ્લા પાંચ વર્ષથી સ્માર્ટ સિટીના ડાયરેક્ટરો પ્રજાને ગુમરાહ કરતા રહ્યા છે કે 2397 રોડના પ્રોજેક્ટ હાલ પાઇપલાઇનમાં છે કુલ 54 પ્રોજેક્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યા છે. વડોદરા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ની વાત કરવામાં આવે તો હજી સુધી કોઈપણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા નથી કે નાગરિકો તેઓ નો લાભ લઇ શકે છે જેવા કે પબ્લિક વાઇફાઇ પ્રોજેક્ટ 24 × 7 વોટર સપ્લાય પ્રોજેક્ટ સ્માર્ટ રોડ, અર્બન મોબીલીટી, સીસીટીવી પ્રોજેકટ, સીટી કમાન્ડ એન્ડ કંટ્રોલ પ્રોજેક્ટ, સ્માર્ટ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ એસટીપી અપગ્રેડેશન,જીઆઇએસ સર્વે પ્રોજેક્ટ , હેલ્થ કાર્ડ પ્રોજેક્ટ, બાઈસીકલ સેરીગ પ્રોજેક્ટ ,ટોટલ ફેઈલ રહ્યા છે જે પ્રોજેક્ટ હાલ અધૂરા છે મંજૂરીની પ્રક્રિયામાં છે તે પણ બીજા શહેરોને ટક્કર મારે તહેવાર નથી.

સ્માર્ટ સિટીના પ્રોજેક્ટોની વાત કરવામાં આવે તો પબ્લિક વાઇફાઇ પ્રોજેક્ટ જે પાલિકા દ્વારા જગ્યા આપી ને કોલ ઉભા કરવામાં આવ્યા પણ તેનો ફાયદો જેને પોલ ઉભા કર્યા તેના એડવર્ટાઈઝમેન્ટ થી મળી રહ્યો છે અને પાલિકાને કોઈપણ પ્રકારનો ફાયદો થતો નથી જ્યારે અન્ય કંપનીઓ દ્વારા રોજે 1 જીબી અને 2 જીબી વાપરવામાં આવતું હોય ત્યારે માત્ર 50 એમબી જ વાપરવામાં આવે તો એ પ્રોજેક્ટ નાગરિકોને કયા કામમાં લાગે. જન મહેલ ટ્રાન્સપોર્ટ હબ પીપીપી ધોરણે બનાવવામાં આવી રહ્યું છે તેમાં એક સનદી અધિકારી નું રોકાણ થયેલ છે જો એસીબી તપાસ કરે તો કૌભાંડી નેતા અને અધિકારીઓના રોકાણ કરેલા નામ પણ બહાર આવી શકે.

સ્માર્ટ સિટીના નામ કૌભાંડો થયા છે સરકારે આપેલા પૈસા માં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે સ્માર્ટ સીટીના નામે ઝૂંપડાઓ તોડી નાખવામાં આવ્યા છે નાગરિકોને ગંદુ પાણી પીવડાવવામાં આવે છે વિશ્વામિત્રીમાં નદીમાં ડ્રેનેજ નું પાણી બંધ કરવાની પણ વાત હતી જેના કારણે મચ્છર અને ગંદકીનો, ઉપદ્રવ થાય છે જે રસ્તા પર ઢોરો અને કૂતરા ભાગતા હોય તેને સ્માર્ટ સિટી કહેવાય, સ્માર્ટ સીટી ના અધિકારીઓનો ખર્ચ કોર્પોરેશનને પડે છે, સ્માર્ટ સિટીમાં ઈમાનદારી અધિકારીઓને કાઢી મૂકવામાં આવે છે જે પ્રોજેક્ટો મંજૂર કરવામાં આવે છે તેઓ પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને આપવામાં આવે છે. સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ ની સમય મર્યાદા પણ હવે પૂર્ણ થવામાં આવી છે.          – ચન્દ્રકાંત શ્રીવાસ્તવ, મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા

અગાઉ પ્રતિ વર્ષ એક વખત સ્માર્ટ સીટી અંતર્ગત આપવામાં આવતું હતું પરંતુ હાલ સ્માર્ટ સિટી પર જે શેહરોમાં નવી સિસ્ટમ ફોર્મ્યુલા અથવા પ્રોજેક્ટ લોકાર્પણ થયા હોય તેની વિગતો અપલોડ કરતાં રેટિંગ ફેરફાર થતા રહે છે હવે દરરોજ પોર્ટલમાં ફેરફાર કરવામાં આવે છે.           મનીષ ભટ્ટ, IT ડાયરેક્ટર વડોદરા મહાનગરપાલિકા વડોદરાને 1 થી 10 નંબરમાં લાવવાની કોશિશ કરીશું જે માઈનસ પોઈન્ટ હશે તેને પ્લસ કરવામાં આવશે.ડોક્ટર હિતેન્દ્ર પટેલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ

જે પ્રમાણે સ્માર્ટ સિટીના પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે તેનું અમલીકરણ કરવામાં આવ્યું નથી અસરકારક પબ્લિક ટ્રાન્સપોર્ટ ઊભી કરવાનું વચન પૂરું થયું નથી ,સલ્મ ફ્રી પણ થયુ નથી, સ્માર્ટ બસ સેવા માં પહેલા કોર્પોરેશનને આવક થતી હતી હવે કોર્પોરેશનને એક કિલોમીટરના 18 રૂપિયા ચૂકવવા પડે છે. જે રીતે પ્રોજેક્ટ સ્માર્ટ સિટીમાં મંજૂર કરવામાં આવ્યા હતા તેવી અસરકારક કામગીરી પ્રોજેક્ટમાં કરવામાં આવી નથી.         – જયેશ શાહ, રાજકીય વિશ્લેષક

Most Popular

To Top