Gujarat

કંટાળી ગયેલા યુવકે પોતાની જ બહેનને 11 ચપ્પુના ઘા માર્યા, વિચલિત કરી દેતો વીડિયો વાયરલ

વડોદરા: કોરોના (Corona) બાદ આર્થિક સંકડામણોનો ભાર મધ્યમવર્ગીય લોકો પર પડ્યો છે .આર્થિક પરિસ્થિતિથી કંટાળીને વ્યક્તિ ન કરવાનું કરી નાખે છે. ત્યારે આવો જ એક કિસ્સો વડોદરાથી (Vadodara) સામે આવ્યો છે. વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી વિચલિત કરી દે એવા બનાવો બની રહ્યાં છે. માતાએ પુત્રી પર હુમલો કર્યો હોવાની ઘટના બાદ વડોદરાના ખટંબા ગામમાં યુવકે પોતાની માતા (Mother) અને બહેન (Sister) પર જીવલેણ હુમલો (Attack) કર્યો હોવાનું સામે આવ્યું છે. જાહેરમાં જ યુવકે પોતાની માતા અને બહેનને ચપ્પુના ઘા માર્યા હતા. માહિતી અનુસાર આ ઘટના બે દિવસ પહેલાની છે. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ (Viral) થઈ રહ્યો છે.

  • થોડા દિવસ અગાઉ વડોદરમાં માતાએ પુત્રી પર ચપ્પુથી હુમલો કર્યો હતો
  • વડોદરામાં માતા-પુત્રીની જેમ બીજી એક ઘટના બની
  • આર્થિક પરિસ્થિતિથી કંટાળીને યુવકે તેની માતા અને બહેન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો
  • બહેનને ચપ્પુના ઘા ઝીંકતો વીડિયો વાયરલ થયો છે
  • માતાએ દિકરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી
  • પોલીસે યુવકની અટકાયત કરી, કાર્યવાહી હાથ ધરી

પ્રાથમિક માહિતી અનુસાર આર્થિક સંડામણના તણાવવામાં ફોરેન્સિક સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેની માતા અને બહેન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના ખંટબા ગામના ક્રિષ્ણા વિલાની હોવાનું સામે આવ્યું છે. આર્થિક પરિસ્થિતિથી કંટાળીને વિદ્યાર્થીએ પોતાની માતા અને બહેન પર હુમલો કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય તેમ યુવક પોતાની બહેન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો, ત્યારે તે બહેન તેની માતાને બુમો પાડીને બોલાવી રહી હતી. ગુસ્સામાં તેણે તેની બહેનને 11 જેટલા ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. જ્યારે તેને બચાવવા તેની માતા વચ્ચે પડી તો પુત્રએ તેની માતાને પણ ચપ્પુથી મારી દીધું હતું. આસપાસનાં લોકો પણ આ ઘટના પોતાની નજર સમક્ષ બનતા જોઈ રહ્યા હતા પરંતુ કોઈએ પણ વચ્ચે પડે આ યુવક અને યુવતીને બચાવવાની પણ કોશિશ કરી ન હતી. ચપ્પુના ઘા માર્યા બાદ યુવતી દર્દથી કણસતી રહી હતી. ત્યાર બાદ ઈજાગ્રસ્ત થયેલી યુવતીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. 

ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ માતાએ પોતાના દિકરા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ પોલીસે આરોપી દીકરાની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી વિદ્યાર્થી માનસિક તણાવમાં રહેતો હતો, તેથી કંટાળીની તેણે બહેન અને માતા પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટના 20 જૂનના રોજની છે. 

Most Popular

To Top