Vadodara

વડોદરા: 13 વર્ષની સગીરાને બ્લેક મેલ કરનાર તથા દુષ્કર્મ ગુજારનાર બંને વિધર્મી જેલ ભેગા થયા

વડોદરા: વડોદરામાં 13 વર્ષની સગીરા સાથે બ્લેક મેલ અને દુષ્કર્મનો એક ચોંકાવાનરો કિસ્સો સામે આવ્યો છે. સાગીરાને બ્લેક મેલ કરી બીભત્સ માગણી કરનાર તથા ભરૂચમાં સગીરાને કેફી પીણુ પીવડાવી દુષ્કર્મ ગુજારનારને સેન્ટ્ર્લ જેલમાં હવાલે કરવામાં આવ્યા છે. આરોપી સાથે રાખી દુષ્કર્મની જગ્યા પર તપાસ કરતા બેડ શીટ, સગારીના લેગીસ સહિતના પુરાવા એકત્ર કરાયા છે.

  • ભરૂચમાં જ્યાં દુષ્કર્મ ગુજાર્યું હતું આરોપી સાથે રાખી તપાસ કરાઇ
  • બેડ શીટ, સગીરાના લેગીસ સહિતના પુરાવા એકત્ર કરાયાં

બાજવા વિસ્તારમાં સગારાના પિતાએ પોતાના અ્ન્ય મકાન મનોજકુમાર શ્રીટીકુ કોરી ભાડેથી આપ્યું હતું. જ્યારેથી મનોજ ભાડેથી રહેવા માટે આવ્યો હતો ત્યારે સગીરા પર નજર બગાડતો હતો. દરમિયાન સગીરા અન્ય યુવક સાથે વાતચીત કરતી હતી. તે દરમિયાન ભાડુઆત તેની ફોટા પાડી લીધા હતા. ત્યારબા તે ફોટા તેના પિતાને બતાવી દેવાનું કહી ભાડુઆત સગીરા સાથે શરીર સંબંધ બાંધવા દેવાની માગણી કરતો હતો.

જેથી તેણી ગભરાઇ ગઇ હતી અને ઘર છોડી ટ્રેનમાં બેસી ભરૂચ પહોંચી ગઇ હતી. રેલવે સ્ટેશન રડતી હતી ત્યારે અન્ય યુવક તેની પાસે આવ્યો હતો. પરંતુ યુવક એકલો રહેતો હોવાથી પરિવાર સાથે રહેતા તેના મિત્ર મહોશીન અબ્દુલ નઈમ શેખ ઘરે મોકલી હતી. ત્યાં મહોશીને સગીરાને દારૂ પીવડાવી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ સગીરા ભરૂચ સખી વનસ્ટોપ ખાતે પહોંચી ગઇ હતી. ત્યાંથી સ્ટાફ દ્વારા જવાહરગનર પોલીસનો સંપર્ક કરી સગીરાને સોંપી હતી.

પોલીસે સગીરાના નિવેદનના આધારે બ્લેક મેલ કરનાર મનોજ કોરી અને દુષ્કર્મ ગુજારનાર મોહશીન શેખની ધરપકડ કરી હતી.પોલીસે મહોશીન સાથે રાખે જ્યાં ઘટની બની હતી ત્યાં ગઇ હતી અને પલંગની બેડ શીટ, સગીરાના લેગીસ સહિતના જરૂરી પુરાવા એકત્ર કર્યા હતા. બંને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સેન્ટ્લ જેલમાં મોકલી દેવાનો હુકમ કર્યો હોવાનું એસીપી આર ડી કવાએ જણાવ્યું હતું.

Most Popular

To Top