Vadodara

થર્ટી ફર્સ્ટ પહેલા દારૂની હેરાફારી વધી, NH48 પરથી 35 લાખથી વધુનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ

વડોદરા: વડોદરામાં (Vadodara) સ્ટેટ મોનિટરિંગ સેલે (State Monitoring Cell) નેશનલ હાઇવે 48 (NH 48) પર ભરૂચથી વડોદરા રૂટ પર કરજણ ટોલ પ્લાઝા પાસે ટ્રકમાંથી 35 લાખનો વિદેશી દારૂ (Alcohol) સાથે ડ્રાઇવર અને ક્લીનરને ઝડપી પાડ્યા હતા. જ્યારે સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો છે. વિદેશી દારૂ,બે મોબાઇલ અને ટ્રક મળી 54.17 લાખનો મુદ્દામાલ કબજે કરી કરજણ પોલીસ (Pollice) સ્ટેશનમાં સુપરત કરાયો છે.

  • કરજણ ટોલ પ્લાઝા પાસેથી 35 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ડ્રાઇવર ક્લીનર ઝડપાયાં
  • હરિયાણાના સપ્લાયર વોન્ટેડ, દારૂ, બે મોબાઇલ અને ટ્રક મળી 54.17 લાખનો મુદ્દામાલ કબજે

31 ડિસેમ્બરે દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરો માલનો સ્ટોક રાજ્ય બહારથી મંગાવી રહ્યા છે. ત્યારે છેલ્લા 20-25 દિવસમાં મોટી માત્રામા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે.સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અવાર અવાર વડોદરા શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં દરોડો પાડતી હોય છે. ત્યારે ફરી બુધવારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે નેશનલ હાઇવે 48 પર ભરૂચથી વડોદરા રૂટ પરથી વિદેશી દારૂ ભરેલો ટ્રક પસાર થવાનો છે. જેથી એસએમસીની ટીમે કરજણ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી.

દરમિયાન બાતમી મુજબનો ટ્રક આવતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે તેને ઉભો રખાવ્યો હતો. ત્યારે ટ્રકમાં ડ્રાઇવર અ્ને ક્લીનર બેઠેલા હતા. જેથી તેમને નીચે ઉતારી ટ્રકમાં તપાસ કરતા 39 લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરતા હરિયાણાથી વિદેશી દારૂ ભરીને લાવ્યા હતા અને ફોન પર વાત કરીને લોકેશન પર પહોંચાડવાનો હતો. જેથી એસએમસીની ટીમે વિદેશી દારૂ, ટ્રક 15 લાખ, બે મોબાઇલ મળી 54.17 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઇવર ધર્મેન્દ્ર ઓમ્પાલ રામસ્વરૂપ તથા નટરાજ ગુલઝારસિંહ ફુલસિંહ (બંને હરિયાણા)ની ધરપકડ કરી હતી. જ્યારે જોગી નામના સપ્લાયરને વોન્ટેડે જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વિદેશી દારૂ સહિતનો મુદ્દામાલ કરજણ પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે.

Most Popular

To Top