Vadodara

વડોદરામાં સુસેન સર્કલ તથા માંજલપુર વિવિધ વિસ્તારમાં થયેલી 15 વાહન ચોરીનો ભેદ ઉકેલાયો

વડોદરા: પોકેટકોપથી વડોદરા (Vadodara) શહેરમાંથી નોકરીયિતા વર્ગ દ્વારા પાર્ક કરેલી બાઇકોની (Bike) ચોરી (Theft) કરનાર રીઢા ચોરને પોલીસ (Police) ઝડપી પાડ્યો છે. તેની પૂછતાછ દરમિયાન સૂસેન સર્કલની આસપાસ તથા માંજલપુરના વિવિધ વિસ્તારમાંથી વાહન ચોરી કર્યા હોવાની કબૂલાત કરી 14 વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે. રીઢા ચોર પાસેથી પોલીસે 14 બાઇક મળી 2.25 લાખનો મુદ્દામાલ રિકવર કરી આગળની કાર્યવાહી માટે માંજલપુર તથા મકરપુરા(Makarpura) પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

શહેરના વિવિધ વિસ્તારમાંથી વાહન ચોરીના બનાવો દિવસેને દિવસે વધુ બની રહ્યા છે. જેને લઇને પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન બનાવી દીધુ છે. દરમિયાન રવિવારે રાત્રીના સમયે ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ આઇ ભાટી અને પીએસઆઇ પી એમ ધાખડા ટીમના માણસો સાથે પેટ્રોલિંગની કરી રહ્યા હતા. તે દરમિયાન એક શંકાસ્પદ તરીકે ઘનશ્યામ વલ્લભ સોલંકી (રહે. શંકર વસાહત સોસાયટી માંજલપુરને ઝડપી પાડ્યો છે. જેની પાસે બાઇકના ડોક્યુમેન્ટસની માગણી કરતા તેની પાસે ન હતા.

જેથી બાઇક ચોરીની હોવાનું માલૂમ પડ્યું હતું. જેથી તેની કડકાઇથી પૂરપરછ કરતા તેણે વટાણા વેરી નાખ્યા હતા તેણ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિના દરમિયાન શહેરના સુસેન ચાર રસ્તાની આસપાસ અને માંજલપુરમાંથી આવેલી જુદી જુદી જગ્યા પરથી 15 જેટલી બાઇકોની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. ઉપરાંત તેણે પોતાના ઘર પાસેથી પણ 4 બાઇકની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રીઢા ચોર પાસેથી 14 બાઇક મળી 2.25 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. વધુ કાર્યવાહી માટે માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરાયો છે. ઉલ્લેખનીય છે કે ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા બે મહિનામાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયલા 47 ગુનાનું ડિટેક્શન કર્યું છે. ઉપરાંત 46 વાહનો શોધી કાઢવામાં આવ્યા છે.

નાગરવાડા વિસ્તારમાં મોપેડની ચોરી કરનાર શખ્સ ઝડપાયો
નાગરવાડા તૈયબા એપાર્ટમેન્ટ પાસેથી રાત્રીના સમયે મોપેડની ડુ્પ્લિકેટ ચાવી વડે લોક તોડી ચોરી કરનાર શખ્સ અમરસિંહ માધવસિંહ જાદવને ચેપીરોગ દવાખાના પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બાઇક કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Most Popular

To Top