National

ઉત્તરકાશી: ટનલમાંથી કામદારો આ સમયે બહાર આવશે, આવ્યુ મોટું અપડેટ

નવી દિલ્હી: ઉત્તરકાશીની (Uttarkashi) સિલ્ક્યારા ટનલમાં (Tunnel) કાટમાળ પડવાને કારણે 41 કામદારો (Labour) ફસાયા હતા. ત્યારે ફસાયેલા કામદારોને બચાવવા માટે રેસ્ક્યુ (Rescue) ઓપરેશન આજે 12માં દિવસે પણ ચાલુ છે. ગઇકાલે બુધવારે ઓગર મશીનની સામે આવેલા અવરોધોને આજે ગુરૂવારે વહેલી સવારે 3 વાગ્યે એનડીઆરએફની (NDRF) ટીમની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. તેમજ કામદારો આજે સાંજે બહાર આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

  • કામદારો આજે સાંજે બહાર આવે તેવી સંભાવના
  • માત્ર 5થી 6 મીટરના ડ્રીલીંગની કામગીરી બાકી
  • વ્હીલ્સવાળા સ્ટ્રેચરનો ઉપયોગ કરીને કામદારોને બહાર કાઢવામાં આવશે

અગાઉ ટનલમાં ઓગર મશીન દ્વારા 900 એમએમનો પાઇપ મોકલવામાં આવ્યો હતો. જે 22 મીટર ટનલમાં ગયા બાદ અટકી ગયો હતો. આ પાઈપમાંથી 800 એમએમનો બીજો પાઈપ મોકલવામાં આવ્યો હતો. જેને ટનલમાં 22 મીટરના અંતર સુધી કોઇ અવરોધો નળ્યા ન હતા. તેમજ આ પાઇપથી ખીચડી, દલીયા, મોબાઇલ, ચાર્જર, કપડા જેવી વસ્તુઓ કામદારો સુધી પહોંચાડવામાં આવી હતી.

ગઇકાલે બુધવારે સાંજે ટનલમાં અન્ય 25 થી 45 મીટર સુધી દબાણ દૂર કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામગીરીમાં ઓગર મશીનને અવરોધો આવતા કામગીરી અટકી હતી. આજે ગુરુવારે સવારે 3 કલાકે એનડીઆરએફની ટીમએ આ અવરોધોને દૂર કરી કામગીરી ફરી શરુ કરી હતી. હવે આ ટનલમાં દસમો અને અંતિમ પાઇપ મોકલવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે અધિકારીઓ દ્વારા આજે સાંજે તમામ કામદારો ટનલની બહાર આવી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મળેલી માહિતી મુજબ હમણા સુધીમાં 54 મીટર ડ્રિલિંગની કામગીરી પુર્ણ થઇ ચુકી છે. હવે માત્ર 5 થી 6 મીટરના ડ્રીલીંગની કામગીરી બાકી છે. ગુરુવારે સવારે 9 કલાકે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ટનલની અંદર પહોંચી હતી. આ સમયે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ કેંન્દ્રીય મંત્રી વીકે સિંહ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમજ તેઓ ટનની અંદર પણ જશે.

એનડીઆરએફના અધિકારી અતુલ કરવલે કહ્યું હતું કે છેલ્લા પાઇપને વેલ્ડિંગ કરવામાં આવી રહ્યો છે. જો કામગીરીમાં કોઈ પણ અવરોધો ન આવે તો ઓપરેશન સિલ્ક્યારા સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. પાઇપ ટનલને ક્રોસ કર્યા બાદ તેમની ટીમ પહેલા પાઇપનું નિરીક્ષણ કરશે. ત્યારબાદ વ્હીલ્સવાળા સ્ટ્રેચરનો ઉપયોગ કરીને કામદારોને બહાર કાઢવામાં આવશે.

Most Popular

To Top