Sports

યુએસ ઓપન : નડાલ ચોથા રાઉન્ડમાં

ન્યૂયોર્ક: રાફેલ નડાલે (Nadal) ફ્રાન્સના રિચર્ડ ગાસ્કેટને 6-0, 6-1, 7-5 યુએસ ઓપનના (US Open) ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. વિશ્વના બીજા નંબરના નડાલને તેના બીજા રાઉન્ડની જીત દરમિયાન નાક પર પોતાનું રેકેટ વાગતાં ઘાયલ થયો હતો. ચાર વખતના ચેમ્પિયન અને 22 ગ્રાન્ડ સ્લેમ વિજેતા નડાલે કહ્યું કે તેની ઈજા હવે ઠીક છે. તે હવે અમેરિકાના ફ્રાન્સિસ ટિયાફો સામે બાથ ભીડશે. આ ઉપરાંત આન્દ્રે રૂબલેવે ચાર કલાકથી વધુ ચાલેલી મેચમાં વિશ્વના 19 નંબરના ડેનિસ શાપોવાલોવને 6-4, 2-6, 7-6, 6-4થી હરાવ્યો હતો. હવે તેનો મુકાબલો સાતમા ક્રમના કેમેરોન નોરી સામે થશે.

મહિલા વિભાગમાં જેસિકા પેગુલાએ ક્વોલિફાયર યુઆન યુઈને 6-2, 6-7, 6-0થી પરાજય આપ્યો હતો, આ સાથે તેણે પ્રથમ વખત યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ, પેટ્રા ક્વિટોવાએ ગાર્બાઈન મુગુરુઝાને 5-7, 6-3, 7-6થી હરાવી હતી. તો ટોચની ક્રમાંકિત ઈગા સ્વીટેકે લોરેન ડેવિસને 6-3, 64, અને છઠ્ઠી ક્રમાંકિત આર્યાના સબાલેન્કાએ ક્લેરા બ્યુરેલને 6- 0, 6-2થી હરાવી હતી. શનિવારે અન્ય મેચોમાં બે વખતની ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન વિક્ટોરિયા અઝારેન્કાએ પેટ્રા માર્ટિક સામે 6 -3, 6-0 થી, બે વખતની ગ્રાન્ડ સ્લેમ રનર અપ કેરોલિના પ્લિસ્કોવાએ ટોક્યો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ બેલિન્ડા બેન્સીકને 5-7, 6-4, 6-3થી હરાવી હતી.

કાર્લોસ અલ્કારેઝ સતત બીજીવાર યુએસ ઓપનમાં ચોથા રાઉન્ડમાં પહોંચનાર સૌથી યુવા ખેલાડી બન્યો
કાર્લોસ અલ્કારેઝે આજે અહીં પોતાની ત્રીજા રાઉન્ડની મેચમાં જીત મેળવીને સતત બીજીવાર યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં પ્રવેશનારો પીટ સામ્પ્રાસ સૌથી યુવા ખેલાડી બન્યો હતો. આ પહેલા સામ્પ્રાસે 1989 અને 1990માં આ પરાક્રમ કર્યું હતું. ઓગણીસ વર્ષના અલ્કારેઝે જેન્સન બ્રુક્સબીને 6-3, 6-3, 6-3 થી હરાવ્યો હતો. હવે તેનો સામનો મારિન સિલિક અને ડેનિયલ ઇવાન્સ વચ્ચેની મેચના વિજેતા સાથે થશે.

Most Popular

To Top