Dakshin Gujarat

ડિંડોલી પાસે ઓખા એરૂણમ ટ્રેન અડફેટે મહિલાનું મોત

સુરત : ડિંડોલી (Dindoli) નંદનવન ટાઉનશીપ નજીક ગતરાત્રે પોણા આઠથી આઠ વાગ્યાની વચ્ચે 30 થી 35 વર્ષિય મહિલા ટ્રેન (Train) અડફેટે આવી જતા મોતને (Death) ભેટી હતી. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ઓખા એકલા એરૂણમ ટ્રેન ગત રાત્રિના પોણા આઠ વાગ્યાથી આઠ વાગ્યાની વચ્ચે અમદાવાદ-મુંબઇ અપલાઇન ઉપર સુરતના ડિંડોલી નંદનવન ટાઉનશીપ પાસેથી પસાર થઇ રહી હતી તે દરમિયાન એક અજાણી 30 થી 35 વર્ષિય મહિલા ટ્રેન અડફેટે આવી ગઇ હતી. ગળુ અને ધડનો ભાગ અલગ થઇ જતા મહિલાનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઉધના આરપીએફ દ્વારા ડિંડોલી પોલીસ મથકે અકસ્માત મોતની જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાયણમાં ઓવરબ્રિજ પરથી ડમ્પર ઘસી આવ્યું ને મોપેડ અને કારને અડફેટમાં લીધા
દેલાડ: સાયણ ઓવરબ્રીજ ઉતરતા ડમ્પર ચાલાકે મોપેડ સવાર અને ઈકો કારને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મોપેડ ચાલક યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર હેઠળ ખસેડાયો હતો જયારે સાયણ પોલીસે ડમ્પર ચાલકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સાયણ ગામે રહેતા બે ભાઈ અમન અસલામ મુલતાની (ઉંમર વર્ષ 19) તથા નવાઝ અસલામ મુલતાની (ઉંમર વર્ષ 15) બપોરે દવાખાનેથી દવા લઈને ઘરે જઈ રહ્યા હતા તેઓ સાયણની સાફલ્યા સોસાયટીના નાકેથી પસાર થતાં હતા ત્યારે ઓવરબ્રિજ પરથી ડમ્પર(નંબર-જીજે-૦૫-બીએક્ષ-૯૧૨૬) ચાલકે ઘસી આવી મોપેડને પાછળથી અડફેટમાં લીધી હતી. બંને ભાઈઓ મોપેડ સાથે 15 મીટર ઘસડાયા હતા. તે વેળાએ કદરામા રહેતા રિકેશ જંયતિભાઈ આહીર ઇકો કાર(નંબર-જીજે-૦૫-આરએચ-૧૭૩૪) લઈને મિત્રો સાથે ખોડીયાર માતાના મંદિરે દર્શન અર્થે જઈ જતાં હતાં તેમની કારને પણ ડમ્પર ચાલકે અડફેટ લીધી હતી. ઘટના સ્થળે સાયણ પોલીસ પહોંચી ત્યારે ગંભીર રીતે ઘવાયેલા મોપેડ ચાલક નવાઝને સારવાર હેઠળ ખસેડયો હતો. અકસ્માતમાં નવી મોપેડનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. કારને પણ નુકસાન થયું હતું.
અકસ્માતમાં કારમાં સવાર તમામનો બચાવ થયો હતો. સાયણ પોલીસે ડમ્પર ચાલક અનીલ રમણભાઈ ગામીત (રહે-મધરકુઈ ગામ રાણીકુવા ફળિયુ,તા-માંડવી)ને પબ્લીકના મારથી બચાવી સાયણ ચોકીએ લઈ જઈ કાયદેસરની કાર્યવાહીની હાથ ધરી હતી.

Most Popular

To Top