National

યૂપી: ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર પર ઘાતક હુમલો, કમરમાં ગોળી વાગી

ઉત્તર પ્રદેશના (UP) દેવબંદમાં ભીમ આર્મી ચીફ (Bhim Army Chief) ચંદ્રશેખર (Chandrashekhar) પર જીવલેણ હુમલો થયો છે. તેમને કમરમાં ગોળી વાગી છે. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરો ગુનો કર્યા પછી ભાગવામાં સફળ થયા હતા.

ઉત્તર પ્રદેશના દેવબંદમાં ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદ પર જીવલેણ હુમલો થયો છે. જણાવવામાં આવી રહ્યું છે કે દેવબંદમાં ભીમ આર્મીના સંસ્થાપક આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ચંદ્રશેખર આઝાદના કાફલા પર કાર સવાર હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. જોકે સારી વાત એ છે કે ગોળી ચંદ્રશેખરને સ્પર્શ કરીને નિકળી ગઈ હતી. તેઓ સુરક્ષિત રીતે બચી ગયા હતા. મળતી માહિતી મુજબ ભીમ આર્મી ચીફ પોતાની કારમાં કોઈ કાર્યક્રમમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

ચંદ્રશેખર આઝાદ પર થયેલા ખૂની હુમલા અંગે એસએસપી ડો.વિપિન ટાડાએ કહ્યું કે અડધો કલાક પહેલા કેટલાક કાર સવાર સશસ્ત્ર લોકોએ ચંદ્રશેખર આઝાદના કાફલા પર ગોળીબાર કર્યો હતો. એક ગોળી તેમને અડીને બહાર નીકળી ગઈ. SSPએ જણાવ્યું કે ચંદ્રશેખર આઝાદ ઠીક છે અને તેને સારવાર માટે CHCમાં લઈ જવામાં આવ્યા છે.

કોણ છે ચંદ્રશેખર આઝાદ?
ચંદ્રશેખર આઝાદ રાવણ ભીમ આર્મીના વડા છે અને દલિત સમાજ પર તેમની પકડ ઘણી મજબૂત માનવામાં આવે છે. તેમને માયાવતી પછી દલિતોના બીજા નંબરના નેતા માનવામાં આવે છે. તેમનો જન્મ 3 ડિસેમ્બર 1986ના રોજ સહારનપુરના ગડકૌલી ગામમાં થયો હતો. ચંદ્રશેખરે દેહરાદૂનથી કાયદાનો અભ્યાસ કર્યો અને પછી રાજકારણમાં સક્રિય થયા.

ભીમ આર્મીની સ્થાપના 2014માં ચંદ્રશેખર આઝાદ, દલિત કાર્યકર્તા સતીશ કુમાર અને વિનય રતન આર્ય દ્વારા કરવામાં આવી હતી. આ સંગઠન બાબાસાહેબ આંબેડકરની વિચારધારામાં વિશ્વાસ રાખે છે અને દલિતો અને પછાત લોકોનો અવાજ મજબૂત રીતે બુલંદ કરે છે.

Most Popular

To Top