National

દિલ્હીની ઔરંગઝેબ લેનનું નામ બદલાયું, હવે આ રોડ ડો. APJ અબ્દુલ કલામ તરીકે ઓળખાશે

નવી દિલ્હી: (Delhi) મધ્ય દિલ્હીમાં ઔરંગઝેબ લેનનું (Aurangzeb Lane) નામ બદલીને ડો. એપીજે અબ્દુલ કલામ લેન (APJ Abdul Kalam Lane) કરવામાં આવ્યું છે. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) એ બુધવારે જાહેરાત કરી હતી કે રસ્તાનું નામ હવે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના નામ પર રાખવામાં આવશે. એનડીએમસીના સભ્યોની બેઠકમાં આ રોડનું નામ બદલવાની મંજૂરી આપવામાં આવી હતી. NDMC એ ઓગસ્ટ 2015માં ઔરંગઝેબ રોડનું નામ બદલીને ડો. એપીજે અબ્દુલ કલામ રોડ રાખ્યું હતું. ઔરંગઝેબ લેન મધ્ય દિલ્હીમાં અબ્દુલ કલામ રોડને પૃથ્વીરાજ રોડ સાથે જોડે છે.

NDMCના વાઇસ-ચેરમેન સતીશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ‘NDMC વિસ્તાર હેઠળની ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડો. એપીજે અબ્દુલ કલામ લેનની રાખવાની વિચારણા માટે કાઉન્સિલ સમક્ષ એક એજન્ડા મૂકવામાં આવ્યો હતો. કાઉન્સિલે ઔરંગઝેબ લેનનું નામ બદલીને ડો. APJ અબ્દુલ કલામ લેન રાખવાની મંજૂરી આપી હતી. દિલ્હીના કેટલાક રસ્તાઓનું નામ બદલવાની માંગણીઓ સમયાંતરે ઉઠાવવામાં આવી છે અને ઘણી વખત તેનું નામ બદલવામાં આવ્યું છે.

ઔરંગઝેબ અને ટીપુ સુલતાન મહારાષ્ટ્રના રાજકારણમાં પ્રવેશ્યા
તાજેતરમાં ઔરંગઝેબ અને ટીપુ સુલતાનના કથિત મહિમાને લઈને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાં સાંપ્રદાયિક તણાવની ઘટનાઓ સામે આવી છે. મહારાષ્ટ્રમાં નવી મુંબઈ પોલીસે મુઘલ સમ્રાટ ઔરંગઝેબની તસવીરને તેના વોટ્સએપ ‘પ્રોફાઈલ’ તરીકે કથિત રીતે ઉપયોગ કરવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ FIR પણ નોંધી છે. દરમિયાન મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં AIMIMના સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસી દ્વારા સંબોધિત એક રેલી દરમિયાન મુઘલ સમ્રાટ ઔરંગઝેબની પ્રશંસા કરતા સૂત્રોચ્ચાર કરવા બદલ પોલીસે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી છે.

Most Popular

To Top