Sports

ઉમરાન મલિકે શ્રીલંકા સામેની મેચમાં જસપ્રીત બુમરાહનો રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી: મુંબઈના (Mumbai) વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) ખાતે મંગળવારે સાંજે રમાયેલી T-20 મેચને 2 રનથી જીતીને ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) નવા વર્ષની સારી શરૂઆત કરી છે. આ મેચમાં ભારતીય બોલરોનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. શ્રીલંકાની ટીમ 162 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શકી ન હતી. આ મેચમાં નવા ખેલાડીઓનું ટેલેન્ટ ઉભરીને બહાર આવ્યું હતું. બેટિંગમાં દિપક હુડ્ડાએ (Dipak Hudda) કૌવત દાખવ્યું હતું જ્યારે ભારતીય ટીમની જીતનો હીરો શિવમ માવી (Shivam Mavi) રહ્યો હતો અને તેણે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં 4 વિકેટ ઝડપવાની સિદ્ધી હાંસલ કરી હતી. દિપક હુડ્ડા અને શિવમ માવીના જોરદાર પરર્ફોમન્સ વચ્ચે ઉમરાન મલિકે (Umran Malik) વાહવાહી લૂંટી લીધી છે. ફાસ્ટ બોલર ઉમરાન મલિકે આ મેચમાં બે વિકેટ ઝડપી હતી. મેચ બાદ ઉમરાન મલિકનો એક વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે.

માવીએ શ્રીલંકાની ટીમને શરૂઆતમાં બેકફૂટ પર ધકેલી દીધી હતી. તેણે તેની પ્રથમ બે ઓવરમાં બે વિકેટ ઝડપી હતી. આ પછી ઉમરાને ચરિથ અસલંકાને પેવેલિયન મોકલ્યો હતો. ભાનુકા રાજપક્ષે પણ કંઈ ખાસ કરી શક્યા નથી. શ્રીલંકાએ 68 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, જે બાદ વાનિન્દુ હસરાંગા અને કેપ્ટન દાસુન શનાકાએ શ્રીલંકાની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી હતી.

માવીએ હસરંગાને આઉટ કર્યો હતો. તો બીજી તરફ ઉમરાન મલિકે શનાકાને ફાસ્ટેસ્ટ બોલ પર આઉટ કર્યો હતો. ઉમરાને જે બોલ પર શનાકાને પેવેલિયનમાં મોકલ્યો તેની સ્પીડ 155 કિમી પ્રતિ કલાકની હતી. તે મેચનો સૌથી ઝડપી બોલ પણ હતો. ઉમરાનના આ ઝડપી બોલ મિસ ટાઈમ થતાં શનાકા યુઝવેન્દ્ર ચહલને આસાન કેચ આપી બેઠો હતો. શનાકાએ 27 બોલમાં 45 રનની ઇનિંગ રમી હતી. આ વિકેટે મેચનો ભારતની તરફેણમાં ઝુકાવી દીધી હતી.  

આ સાથે જ સૌથી ઝડપી બોલ નાખવાના મામલે ઉમરાન મલિકે જસપ્રિત બુમરાહને પાછળ છોડી દીધો છે. બુમરાહનો અત્યાર સુધીનો સૌથી ઝડપી બોલ 153.36 કિલોમીટર પ્રતિ કલાકનો રહ્યો છે. તેના પછી મોહમ્મદ શમી (153.3 kmph), નવદીપ સૈની (152.85 kmph)નો નંબર આવે છે. પ્રશંસકો અને નિષ્ણાતોએ પણ ઉમરાનના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરી હતી. 

શ્રીલંકા સામે ડ્રીમ ડેબ્યૂ બાદ ભાવુક થયા શિવમ માવી, કહ્યું- છ વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો
ભારત-શ્રીલંકાની ટી-20 મેચમાં 4 વિકેટ લઈને હીરો બનેલો શિવમ માવી મેચ બાદ ભાવુક થયો હતો. માવીએ મેચ બાદ કહ્યું ક્રિઝનો લેન્ડિંગ ઝોન થોડો લપસણો હતો. બોલિંગ કરવામાં તકલીફ પડી રહી હતી પરંતુ તેની મને ચિંતા નહોતી. મારે સારું પ્રદર્શન કરવું હતું. અંડર-19 વર્લ્ડ કપ રમ્યા બાદ 6 વર્ષથી આ ક્ષણની રાહ જોઈ રહ્યો હતો. પાછલાં 6 વર્ષમાં મેં ઘણી મહેનત કરી છે. ઈજા પણ થઈ. થોડા સમય માટે એવું લાગતું હતું કે મારું સપનું સપનું જ રહી જશે, પણ મેં મહેનત કરવાનું ચાલુ રાખ્યું. આજે તેનું પરિણામ મને મળ્યું છે.

Most Popular

To Top